
મિલિંદ સોમને 55 વર્ષની ઉંમરે પોતાની ફિટનેસને લઈને શેર કરી આ માહિતી
મુંબઈઃ અભિનેતા અને મોડલ મિલિંદ સોમન 55 વર્ષની ઉંમરે પણ બિલકુલ ફિટ નજરે પડે છે. આ ઉંમરમાં પણ તેમની ફિટનેસના વખાણ કરીએ એટલા ઓછા છે. આજ કારણથી આટલી ઉંમરે ફિટનેસ અને એનર્જીને યુવાનોને ટક્કર આપે છે. તેઓ સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે અને અવાર-નવાર પોતાના ફિટનેસને લઈને સિક્રેટ્સ પ્રસંશકો સાથે શેયર કરે છે. ફરી એકવાર અભિનેતાએ એક પોસ્ટ મારફતે પોતાની ફિટનેસને લઈને રાજ ખોલ્યું છે. તેઓ આહારને લઈને તેમને સોશિયલ મીડિયામાં ઉલ્લેખ કર્યો છે.
અભિનેતા મિલિંદ સોમન દિવસની શરૂઆત સવારે સૌ પ્રથમ 500 મિલી પાણી પીને કરે છે. તે પછી સવારના 10 વાગે બ્રેકફાસ્ટ કરે છે. જેમાં તેઓ નટ્સ, તરબુચ, પપૈયુ અને સિઝનલ ફુટ આરોગવાનું પસંદ કરે છે. તેમજ તેઓ ખુબ સાદુ ભોજન પસંદ કરે છે. મોટાભાગે મિલિંદ સોમન શાકાહરી ભોજન લે છે. બપોરના બે વાગ્યે બપોરનું જમવાનું પસંદ કરે છે. મોટાભાગે ચોખા અને દાળની ખીચડીની સાથે સ્થાનિક- મોસમી શાકભાજી ભોજનમાં લે છે. જમવામાં તેઓ નિયમિત બે ચમલી ધી ખાય છે. આ ઉપરાંત ક્યારેક ક્યારેક શાક અને દાળ સાથે છ રોટલી ખાવાનું પસંદ કરે છે.
મિલિંદ સોમન સાંજના 5 કલાકે ક્યારેક-ક્યારેક એક કપ બ્લેક ટી પીવાનું પસંદ કરે છે. આમાં તેઓ ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ કરે છે. ડીનર સાંજે 7 કલાકે કરે છે. સાંજે પણ તેઓ સાદુ ભોજન લેવાનું પસંદ કરે છે. જેમાં એક પ્લેટમાં શાક લે છે. આ ઉપરાંત જ્યારે વધારે ભુખ લાગી હોય ત્યારે ખીચડી જમવામાં લે છે.
(Photo - Social Media)