1. Home
  2. ગુજરાતી
  3. Mission 24: ભાજપનો મોટો નિર્ણય,સીતારામનથી લઈને જયશંકર સુધી…PM મોદીના આ મંત્રીઓ ચૂંટણી મેદાનમાં ઉતરશે
Mission 24: ભાજપનો મોટો નિર્ણય,સીતારામનથી લઈને જયશંકર સુધી…PM મોદીના આ મંત્રીઓ ચૂંટણી મેદાનમાં ઉતરશે

Mission 24: ભાજપનો મોટો નિર્ણય,સીતારામનથી લઈને જયશંકર સુધી…PM મોદીના આ મંત્રીઓ ચૂંટણી મેદાનમાં ઉતરશે

0
Social Share
  • Mission 24: ભાજપનો મોટો નિર્ણય
  • સીતારામનથી લઈને જયશંકર સુધી…
  • PM મોદીના આ મંત્રીઓ ચૂંટણી મેદાનમાં ઉતરશે

દિલ્હી : લોકસભા ચૂંટણી 2024 ને લઈને ભાજપે અત્યારથી જ તૈયારીઓ શરુ કરી દીધી છે. આ સાથે જ લોકસભા ચૂંટણીને લઈને મોટી માહિતી સામે આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે રાજ્યસભાના તમામ સાંસદોએ લોકસભાની ચૂંટણી લડવી પડશે.

રિપોર્ટ અનુસાર આ બેઠકમાં પીએમ મોદી સિવાય બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર હતા. બેઠક દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણ અને વિદેશ મંત્રી એસ જયશંકર સહિત રાજ્યસભાના અનેક સાંસદો લોકસભા ચૂંટણી લડશે. પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં રાજ્યસભાના તમામ સાંસદોને લોકસભા ચૂંટણી લડવા માટે કહેવામાં આવ્યું છે. અહેવાલો અનુસાર, બેઠક દરમિયાન લેવામાં આવેલા મુખ્ય નિર્ણયોમાંનો એક એ હતો કે રાજ્યસભાના તમામ સાંસદો કે જેઓ કેબિનેટ મંત્રી છે તેમને 2024ની ચૂંટણી લડવા અને લોકસભામાંથી ચૂંટાવા માટે કહેવાનો હતો.

નેતાઓની યાદી

નિર્મલા સીતારામન

ડૉ એસ જયશંકર

પિયુષ ગોયલ

ધર્મેન્દ્ર પ્રધાન

નારાયણ રાણે

સર્બાનંદ સોનોવાલ

જ્યોતિરાદિત્ય સિંધિયા

અશ્વિની વૈષ્ણવ

હરદીપ સિંહ પુરી

મનસુખ માંડવિયા

ભૂપેન્દ્ર યાદવ

પુરુષોત્તમ રૂપાલા

ઉલ્લેખનીય છે કે,આગામી લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ભાજપ દ્વારા અનેક પ્રકારની તૈયારી શરુ થઇ ગઈ છે. હાલમાં જ મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભાજપ એક મહિનાથી સંપર્ક અભિયાન ચલાવી રહ્યું છે. આ દરમિયાન ભાજપના તમામ સાંસદોને કેન્દ્ર સરકારની યોજનાઓના લાભાર્થીઓનો સંપર્ક કરવા પણ સૂચના આપવામાં આવી છે.

 

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code