
નારિયેળ તેલમાં કેટલીક વસ્તુઓને મિક્સ કરીને વાળમાં લગાવાથી વાળ બને છે મજબૂત અને રેશમી
- વાળને સ્ટ્રોંગ મજબૂત બનાવે છે આ ઘેરલું ક્રિમ
- ફેમસ બ્યૂટ્રીશન શહેનાઝ હુસેનનો નુસ્ખો
શહનાઝ હુસેન નામથી કોણ અજાણ છે, બ્યૂટી વર્લ્ડમાં શહેનાઝ એક જાણીતું નામ છે, ત્યારે હેર માટે આજે તેમના દ્વારા જણાવાયેલી એક ખા ક્રિમ બનાવતા શીખીશું. જે તમારા પાતળા, નબળા અને તૂટતા વાળને મજબૂત અને જાડા બનાવવા ખૂબ કારગાર સાબિત થાય છે.આ માટે હોમ હેર ક્રીમ ખૂબ લાભદાયી છે, તેમના મતે આ ક્રીમનો ઉપયોગ કરવાથી તમારા વાળ જલ્દી જ મજબૂત થશે. તે ઘટ્ટ થઈ જશે અને તમારા વાળમાં તૂટતા પણ અટકશે.
શહનાઝ હુસૈન દેશની જાણીતી બ્યુટી એક્સપર્ટ છે. કેમિકલ આધારિત ઉત્પાદનો છોડીને હર્બલ ઉત્પાદનો તરફ લોકોને લાવવામાં તેઓએ ઘણું યોગદાન આપ્યું છે. શહનાઝ વાળની સંભાળ અને ત્વચાની સંભાળ માટે વધુને વધુ ઘરગથ્થુ વસ્તુઓનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખે છે.
ક્રિમ બનાવા માટેની સામગ્રીઃ-
- એક કાચું લીલુ નારિયેળ
- એક ગ્લાસ ગરમ કર્યા વિનાનું દૂધ
- બે ચમચી એલોવેરા જેલ
- 1 ચમચી કોર્ન ફ્લોર
- 1 ચમચી એરંડીનું તેલ( નારીયેળ તેલનો પણ ઉપયોગ કરી શકો)
હેર ક્રિમ બમાવવાની રીત
- નારિયેળને નાના નાના ટુકડા કરીલો અને પછી તેને મિક્સરમાં પીસીને પેસ્ટ બનાવીલો.
- હવે આ પેસ્ટમાં કાચું દૂધ ઉમેરો અને સારી રીતે મિક્સ કરીલો
- હવે આ મિશ્રણને આએક તપેલીમાં ગરમ થવા રાખો.
- થોડી વાર બાદ આ મિશ્રણમાં મકાઈનો લોટ કોર્નફ્લોર ઉમેરો અને ઘટ્ટ પેસ્ટ બને ત્યાં સુધી ગરમ કરતા રહો.
- હવે આ પેસ્ટમાં નારિયેળનું દૂધ મિક્સ કરો અને તેને ઠંડુ થવા માટે રાખો.
- હવે આ મિશ્રણ ઠંડુ થયા પછી તેમાં એલોવેરા જેલ અને એરંડાનું તેલ ઉમેરીદો અને સારી રીતે મિક્સ કરો. તમારી હેર ક્રીમ તૈયાર છે.
આ ક્રિમનો ઉપયોગ તમે વાળમાં લગાવા માટે કરી શકો, છો,જેને લગાવીને 10 થી 15 મિનિટ રહેવાદો ત્યાર બાદ તમારા વાળને નવશેકા પાણી વડે ઘોઈલો, આમ કરવાથી તમારા વાળ ખૂબ જ સ્મૂથ બનશે અને ખરતા તથા તૂટવા વાળ પણ અટકશે.