
દેશના 80 ટકા વિસ્તારમાં ચોમાસાએ આપી દસ્તક – આગામી 5 દિવસ સુધી હવામાન વિભાગે એલર્ટ જારી કર્યું
- દેશમાં સોમાસાનો થયો આરંભ
- 80 ટકા ભાગોમાં ચોમાસાએ આપી દસ્તક
દિલ્હીઃ- દેશભરના કેટલાક વિસ્તારોમાં ચોમાસાનો આરંભ થી ચૂક્યો છે ત્યા ચોમાસાના આગમનની સાથે જ અનેક રાજ્યોમાં ભારે વરસાદ ખાબક્યો છે, હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દેશવા કુલ 80 ટકા વિસ્તારોમાં ચોમાસુ બેસી ગયું છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે લગભગ 80 ટકા સુધી ચોમાસુ પહોંચી ગયું છે. યુપી, દિલ્હી, પંજાબ, હરિયાણા સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હિમાચલ પ્રદેશમાં વિવિધ સ્થળોએ વરસાદ, વાદળ ફાટવા અને ભૂસ્ખલનને કારણે ચંદીગઢ-મનાલી નેશનલ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો હતો. જેના કારણે 10-11 કિલોમીટર લાંબો જામ થઈ ગયો હતો અને સેંકડો પ્રવાસીઓ અને મુસાફરો રસ્તામાં અટવાઈ પડ્યા હતા.
આ સહીત હવામાન વિભાગ એ સોમવારે મોટાભાગના વિસ્તારોમાં આગામી ચારથી પાંચ દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જારી કરી છે.ત્યારે મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદ થઈ રહ્યો છે.
રવિવારથઈ સરુ થયેલા વરસાદે દેશના ઘણા વિસ્તારોમાં કહેર ફેલાવ્યો છે, મંડી જિલ્લાના બાગી નાલામાં અચાનક પૂર આવ્યું, જેના કારણે ચંદીગઢ-કુલુ-મનાલી રાષ્ટ્રીય ધોરીમાર્ગ અવરોધાયો હતો. લગભગ 21.30 કલાક પછી, હાઇવે પરની અવરજવર સોમવારે બપોરે જ એક બાજુથી પુનઃસ્થાપિત થઈ શકી હતી.
આ સાથે જ ઉત્તરપ્રદેશના ઘણા ભાગોમાં ભારે વસરાદ નોંધાયો છેયુપીમાં, હસ્તિનાપુરથી બિજનૌરને જોડતા પુલ સાથે જોડાયેલો રસ્તો ભારે વરસાદને કારણે ધોવાઈ ગયો છે. જેના કારણે વાહન વ્યવહાર થંભી ગયો છે.લોકોએ હાલાકી ભોગવવાનો નારો આવ્યો હતો.
જો રાજસ્થાનની વાત કરવામાં આવે તો રાજસ્થાનમાં ભારે વરસાદ પડી રહ્યો છે. રાજ્યના પાલી, બારન અને ચિત્તોડગઢમાં વીજળી પડવાથી ચાર લોકોના મોત થયા છે અને ચાર ઘાયલ થયા છે. અલવર અને રાજસમંદ જિલ્લામાં 10 સેમી જેટલો વરસાદ નોંધાયો છે.
આ સહીત મધ્યપ્રદેશમાં પણ વરસાદનો કહેર જોવા મળે છે ખાસ કરીને દમોહમાં ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે લગ્નનો મંડપ તૂટી પડતાં આઠ લોકો ઘાયલ થયા છે. જેમાંથી એકની હાલત નાજુક છે.