
- દેશમાં રસી 135 કરોડથી વધુ ડોઝ અપાયા
- દૈનિક રસીકરણ પણ વધવાની આશા
દિલ્હીઃ- સમગ્ર દેશ 2 વર્ષ જેટલા સમયગાળાથી કોરોના વાયરસનો સામનો કરી રહ્યો છે આ સ્થિતિમાં કોરોના વિરોધી રસીએ મહત્વનો ભાગ ભજવ્યો છે ભારતમાં મોટા પાયે વેક્સિનેશનનું કાર્ય આ વરપ્ષના આરંભથી જ કરવામાં આવ્યું હતું જેમાં ઘણી સફળતા પ્રાપ્ત થઈ રહી છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ બાબતે જણાવ્યું કે બુધવારે દેશમાં કોવિડ-19 રસીની કુલ માત્રા 135 કરોડને વટાવી ગઈ છે. બુધવારે સાંજે 7 વાગ્યા સુધીમાં રસીના 53 લાખ 84 હજાર 94 ડોઝ આપવામાં આવ્યા છે.
આ બાબતને લઈને મંત્રાલયે જણાવ્યું હતું કે બુધવારની મોડી રાત સુધીમાં દિવસ માટે અંતિમ અહેવાલના સંકલન સાથે દૈનિક રસીકરણની સંખ્યામાં વધારો થવાની પણ ધારણાઓ દેખાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે 16 જાન્યુઆરીના રોજ દેશવ્યાપી કોવિડ-19 રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી હતી. 2 ફેબ્રુઆરીથી ફ્રન્ટલાઈન વર્કરોનું રસીકરણ શરૂ થયું.ત્યારથી લઈને આજદિન સુઘી રસીકરણની ગતિમાં વેગ આવેલો જોઈ શકાય છે.
આ સાથે જ રસીકરણનો આગળનો તબક્કો 60 અને તેથી વધુ વયના લોકો અને 45 વર્ષ અને તેથી વધુ વયના લોકો માટે 1 માર્ચથી શરૂ થયો હતો. દેશે 1 એપ્રિલથી 45 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો માટે રસીકરણ શરૂ કર્યું. ત્યારબાદ સરકારે 1 મેથી 18 વર્ષથી વધુ ઉંમરના દરેક વ્યક્તિને રસીકરણ કરવાની મંજૂરી આપીને રસીકરણ અભિયાનને વિસ્તૃત કરવાનું નક્કી કર્યું. ત્યારથી હવે દરેક લોકો વેક્સિનેટ થવાની આરે છે દેશની 50 ટાકાથી પણ વધુ વસ્તીએ વેક્સિનના બન્ને ડોઝ લઈ લીધા છે.ભાપતની વસ્તી પ્રમાણે રસીકરણમાં ખૂબ વેગ જોવા મળ્યો છે.