1. Home
  2. ગુજરાતી
  3. રાજ્યમાં વિતેલા દિવસે 3 લાખથી વધુ લોકોનું રસીકરણઃ છેલ્લા 24 કલાકમાં કોરોનાથી એક પણ મૃત્યુ નહી
રાજ્યમાં વિતેલા દિવસે 3 લાખથી વધુ લોકોનું રસીકરણઃ છેલ્લા 24 કલાકમાં કોરોનાથી એક પણ મૃત્યુ નહી

રાજ્યમાં વિતેલા દિવસે 3 લાખથી વધુ લોકોનું રસીકરણઃ છેલ્લા 24 કલાકમાં કોરોનાથી એક પણ મૃત્યુ નહી

0
Social Share
  • ગુજરાતમાં કોરોનાનું સ્કરણ ઘટ્યું
  • છેલ્લા 24 કલાકમાં એક પણ મૃત્યુ નોઁધાયું નથી
  • આ દરમિયાન 3 લાખથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું

અમદાવાદઃ સમગ્ર દેશભરમાં કોરોનાની બીજી લહેર ઓછી થઈ ચૂકી છે, સતત કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે,જો રાજ્યમાં કોરોનાના કેસોની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં નવા 53  નવા કેસ નોંધાયા છે. તો બીજીતરફ 258 દર્દીઓએ કોરોનાને માત પણ આપી છે. કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

જો કે આથી મહત્વની વાત એ છે કે 24 કલકા દરમિયાન રાજ્યમાં એક પણ દર્દીનું કોરોનાના કારણે મૃત્યુ થયું નથી, અત્યાર સુધી રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10 હજાર 73 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.64 ટકા જોવા મળ્યો છે જે સારી બાબત કહી શકાય.

જો વેક્સિનનેશનની વાત કરીએ તો અત્યાર સુધીમાં 2 કરોડ 76 લાખ 27 હજાર 473 કોરોનાની વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે., આ સાથે જ વિતેલા દિવસ દરમિયાન કુલ 3 લાખ 2 હજાર 282 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે, આમ કોરોના સામે રસીકરમ ઝુંબેશ પણ પુરજોશમાં થઈ રહ્યું છે.

રાજ્યના જૂદા જૂદા શહેરોની જો વાત કરવામાં આવે અમદાવાદમાં 1 કેસ1, સુરતમાં 13 કેસ, વડોદરામાં 3 કેસ, રાજકોટમાં 4 કેસ, દેવભૂમિ દ્વારકામાં 4 કેસ, ભરૂચમાં 3 કેસ, મહીસાગર, મોરબી, જામનગર, વલસાડમાં 2-2 કેસ સામે આવ્યા હતા, અરવલ્લી, બનાસકાંઠા, ગીર સોમનાથ, જૂનાગઢ, મહેસાણા, નવસારી, સાબરકાંઠામાં 1-1 સહિત કુલ 53 કેસ સમગ્ર રાજ્યમાં નોંધાયા છે, આ આંકડો ખૂબ ઓછો કહી શકાય છે, આ સંખ્યા જોતા એમ કહેવું રહ્યું કે કોરોનાની ગતિ રાજ્યમાં ધીમી પડી છે

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code