1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ધંધુકા-બગોદરા હાઈવે પર બસ અને જીપકાર વચ્ચે ગમખ્વાર અકસ્માતઃ 40થી વધારે લોકો ઘાયલ

ધંધુકા-બગોદરા હાઈવે પર બસ અને જીપકાર વચ્ચે ગમખ્વાર અકસ્માતઃ 40થી વધારે લોકો ઘાયલ

0
Social Share

અમદાવાદઃ સુરેન્દ્રનગરના ધંધુકા-બગોદરા હાઈવે પર પૂરઝડપે પસાર થતી જીપના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા સામેથી આવતી બસ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં જીપમાં સવાર આઠ મુસાફરો તથા બસમાં મુસાફરી કરતા 35 પ્રવાસીઓને ઈજા થઈ હતી. જીપ રોંગસાઈટમાં આવતી હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમરેલી એસટી ડેપોની બસ સવારે ધંધુકા-બગોદરા હાઈવે પરથી પસાર થતી હતી. દરમિયાન સામેથી રોંગ સાઈડમાં આવતી જીપકાસ ધડાકાભેર બસ સાથે અથડાઈ હતી. અકસ્માતને પગલે જીપકારમાં બેઠેલા પ્રવાસીઓ ચીસોથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. આ અકસ્માતમાં જીપમાં સવાર 8 મુસાફરોને ઈજા થઈ હતી. બસમાં લગભગ 56 જેટલા મુસાફરો પ્રવાસ કરતા હતા. જે પૈકી 23 મુસાફરોને ઈજા થઈ હોવાનું જાણવા મળે છે. ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા.

વહેલી પરોઢે સર્જાયેલા આ અકસ્માતની જાણ થતા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ અકસ્માતના પગલે ટ્રાફિક જામ થયો હતો. જેથી પોલીસે ભારે જહેમત બાદ ટ્રાફિક હળવો કર્યો હતો. આ અકસ્માતમાં 3 બાળકો સહિત 11 ઈજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code