
વિશ્વના 52 ટકાથી વધુ લોકો માથાના દુખાવાની સમસ્યાથી પીડાઈ છે,મહિલાઓની સંખ્યા વધુ
- વિશ્વની 52 ટકા વસ્તીને છે માથાનો દુખાવો
- મહિલાઓની સંખ્યા આ મામલે વધુ
આજકાલની ફાસ્ટ લાઈફમાં સો કોઈને માથામાં દુખાવો રહેવાની ફરીયાદ હોય છે, નાના બાળકોથી લઈને વડીલો પણ રોજેરોજ બૂમ પાડતા હોય છે કે આજે માથું બોવ દુખે છે, જો કે આ સમસ્યા માત્ર આપણી જ નહી પરંતુ વિશ્વભરની 52 ટકાથી વધુ વસ્તીની છે.
રિપોર્ટ પ્રમાણે વિશ્વની 52 ટકાથી વધુ વસ્તીને દર વર્ષે માથાના દુખાવાની સમસ્યામાંથી પસાર થવું પડે છે, જેમાંથી 14 ટકા કેસ માઈગ્રેનના છે. તાજેતરના સંશોધનમાં એ પણ બહાર આવ્યું છે કે પુરુષો કરતાં સ્ત્રીઓને માથાનો દુખાવો વધુ થાય છે.
રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે મહિલાઓને માથાના દુખાવાની સમસ્યા વધુ થાય છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે 8.6 પુરૂષો માઈગ્રેનનો શિકાર છે, જ્યારે 17 ટકા મહિલાઓ તેનાથી પીડાય છે. એ જ રીતે 6 ટકા મહિલાઓ 15 દિવસ કે તેથી વધુ સમય સુધી માથાના દુખાવાની ફરિયાદ કરે છે, જ્યારે પુરુષોના કિસ્સામાં તે માત્ર 2.9 ટકા છે.
જર્નલ ઓફ હેડેક એન્ડ પેનમાં પ્રકાશિત નોર્વેની યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીના સંશોધકોના રિસર્ચ રિપોર્ટ અનુસાર, પ્રમાણે માથાના દુખાવાની સમસ્યા વિશ્વભરમાં 20 થી 65 વર્ષની વય જૂથમાં વધુ જોવા મળે છે.
સંશોધકોએ વર્ષ 1961 અને 2020 વચ્ચે પ્રકાશિત થયેલા અહેવાલોના આધારે માથાના દુખાવાની સમસ્યાનું મૂલ્યાંકન કર્યું છે. તેમનો સમીક્ષા અહેવાલ જણાવે છે કે લગભગ 26 ટકા લોકો તણાવ-સંબંધિત માથાના દુખાવાથી પીડાય છે અને 4.6 ટકા લોકો દર મહિને 15 કે તેથી વધુ દિવસો સુધી માથાનો દુખાવો અનુભવે છે.
સંશોધનમાં એ પણ દર્શાવવામાં આવ્યું છે કે લગભગ 15.8 ટકા લોકોને કોઈક સમયે માથાનો દુખાવો થાય છે અને તેમાંથી લગભગ 50 ટકા લોકોએ માઈગ્રેનની ફરિયાદ કરી છે. સંશોધન અહેવાલના મુખ્ય લેખક લાર્સ જેકબ સોવનેરે જણાવ્યું હતું કે માથાના દુખાવાની સમસ્યા વિશ્વભરમાં સામાન્ય છે અને ઘણા લોકો તેના વિવિધ સ્વરૂપોથી પ્રભાવિત છે. માથાનો દુખાવો અટકાવવા અને સારવાર માટે વધુ સારી રીતો શોધવાની જરૂર છે.