![શું તમે માની શકો, એક જ ઘરમાંથી મળ્યા 92 ઝેરી સાપ, પરિવારના લોકોને તો જાણ જ ન હતી](https://www.revoi.in/wp-content/uploads/2021/10/Snakes.jpg)
શું તમે માની શકો, એક જ ઘરમાંથી મળ્યા 92 ઝેરી સાપ, પરિવારના લોકોને તો જાણ જ ન હતી
- એક જ ઘરમાં 92 ઝેરી સાપ
- પરિવારને ન હતી જાણ
- અમેરિકામાં બની ઘટના
અમેરિકાના કેલિફોર્નિયામાં એવી ઘટના બની છે કે જેને સાંભળીને કોઈ પણ લોકોની આંખો ખુલી રહી જશે. વાત એવી છે કે તાજેતરમાં જ અમેરિકામાં એક ઘટના બની છે. અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં એક ઘરમાંથી 92 જેટલા સાપ મળી આવતા પરિવારના હોંશ ઉડી ગયા.
સોનોમા કાઉન્ટી સરીસૃપ રેસ્ક્યુ ટીમને આ અંગે માહિતી મળ્યા બાદ તે આ ઘરે પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે, સોનોમા કાઉન્ટી સરીસૃપ રેસ્ક્યુ ટીમ દ્વારા છેલ્લા 32 વર્ષથી મફતમાં સાપોનું રેસ્ક્યુ કરવામાં આવે છે. એક ઘરમાંથી 92 ઝેરી સાપ મળી આવતા ટીમ પણ ચોંકી ગઈ. આ ટીમ દ્વારા પહેલીવાર એક સાથે આટલા ઝેરી સાપોનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ હતું.
જાણકારી અનુસાર રેસ્કયૂ ટીમ દ્વારા ચાર કલાકની ભારે જહેમત બાદ આ ઝેરી સાપનું રેસક્યૂ કરવામાં આવ્યુ હતુ. આ તમામ સાપ રેટલ સ્નેક હતા અને તેમના કરડવાથી મનુષ્યનું મૃત્યુ પણ થઈ શકે છે. આટલા બધા સાપ એક ઘરમાંથી મળી આવતા આસપાસના લોકો પણ ચોંકી ગયા. આ ઘટના કેલિફોર્નિયાના નોર્થ વિસ્તારમાં બની હતી. આ વ્યક્તિનું ઘર સાપનો અડ્ડો બની ગયું હતું.
રેસ્ક્યુ ટીમે જણાવ્યુ હતુ કે તમામ સાપોનું રેસ્ક્યુ કરીને તેને જંગલમાં છોડવામાં આવ્યા હતા. આ સાપ ગરોળી અને ઉંદરોની શોધમાં ઘરની નજીક આવ્યા હોવાનું માનવામાં આવી રહ્યુ છે.