1. Home
  2. ગુજરાતી
  3. આલિયા-રણબીરની મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના મોશન પોસ્ટરનું દિલ્હીના સ્ટેડિયમમાં ભવ્ય લોન્ચિંગ
આલિયા-રણબીરની મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના મોશન પોસ્ટરનું દિલ્હીના સ્ટેડિયમમાં ભવ્ય લોન્ચિંગ

આલિયા-રણબીરની મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના મોશન પોસ્ટરનું દિલ્હીના સ્ટેડિયમમાં ભવ્ય લોન્ચિંગ

0
Social Share
  • આલિયા ભટ્ટ અને રણબીર કપૂર  અને બીગબી સ્ટારર ફિલ્મ
  • બ્રહ્માસ્ત્રનું મોશન પોસ્ટરનું દિલ્હીના સ્ટેડિયમમાં ભવ્ય લોન્ચિંગ

 

મુંબઈઃ- બોલિવૂડ એક્ટર રણબીર કપૂર અને એક્ટ્રેસ આલિયા ભટ્ટ, એક્ટર અમિતાભ બચ્ચન સ્ટારર ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના ફેન્સ આતુરતાથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. લાંબા સમયથી ચર્ચિત આ ફિલ્મનું મોશન પોસ્ટર ફાઈનલી આજે રિલીઝ કરવામાં આવ્યું છે.

મળતી માહિતી પ્રમાણે ફિલ્મના મોશન પોસ્ટરનું ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ મોશન પોસ્ટર નવી દિલ્હીના ત્યાગરાજ સ્ટેડિયમમાં લોન્ચ કરવામાં આવ્યું હતું.ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ 5 ભારતીય ભાષાઓ – હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ કરવામાં આવનાર છે જેની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આ ફિલ્મને લઈને અભિનેતા રણબીર કપૂરે ડાયરેક્ટર અયાન મુખર્જીના ખૂબ પેટ ભરીને વખાણ કર્યા હતા અને તેમને પોતાના કરિયરના મહત્વના ડિરેક્ટર પણ ગણાવ્યા હતા.

ઉલ્લએખનીય છે કે રણબીર કપૂર ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં લીડ રોલમાં જોવા મળનાર છે. આ ફિલ્મ એક પૌરાણિક પાત્રથી પ્રેરિત હશે. તેમાં આલિયા ભટ્ટ તેમજ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને સાઉથના સુપરસ્ટાર નાગાર્જુન પણ મુખ્ય ભૂમિકામાં ભજવતા જોવા મળશે.ફિલ્મનું નિર્દેશન અયાન મુખર્જી કરી રહ્યા છે..

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code