
યુક્રેન સરહદ ઉપર રશિયાના જવાનોની મુવમેન્ટ જોવા મળી, સેટેલાઈટ તસ્વીરો સામે આવી
નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે હાલાત ચિંતાજનક બની રહ્યાં છે. રશિયાની સેનાની ગતિવિધીઓ જે રીતે આગળ વધી રહી છે તે જોતા લાગે છે કે, યુદ્ધ હવે દૂર નથી. સેટેલાઈઝ તસ્વીરોમાં ચોંકાવનારા ખુલાસા થયાં છે. યુક્રેનની સીમા પાસે રશિયા પોલીસની મુવમેન્ટ વધી ગયા છે. અહીં બખતરબંધ વાહન, તોપ, ટેન્ક અને સૈનિકો સતત વધી રહ્યાં છે.
યુક્રેનની સીમાથી 35 કિમી દૂર સોલોટી ગેરીસનના ઉત્તર-પૂર્વમાં રશિયા સૈનિકોની ગાડિઓના કાફલા, રાઈફલ બટાલિયનની અવર-જવર જોવા મળે છે. એટલું જ નહીં સોલોટી નજીક દક્ષિણ તરફ બખ્તરબંધ બટાલિયન આગળ વધી રહી છે. જ્યારે યુક્રેનની સીમામાં લગભગ 15મી ઉત્તર સ્થિત વાલુયકીમાં રશિયાની ગોળીબાર વધ્યો છે. મૈક્સારની તરફ જાહેર કરાયેલી તસ્વીરોથી જાણી શકાય છે કે, આ ક્ષેત્રમાં હેલિકોપ્ટરો પણ તૈનાત કરવામાં આવ્યાં છે.
યુક્રેનની સીમા ઉપર સૈનિકોએ કેટલાક દિવસોથી એક જગ્યા ઉપર મોરચો સંભાળ્યો છે. તેમજ આગળની તરફ વધી રહ્યું છે. સેટેલાઈટ તસ્વીરમાં જોઈ શકાય છે કે, રશિયા સૈનિકો એક સપ્તાહમાં ફોરેસ્ટ વિસ્તારમાં નાના-નાના બંકર બનાવીને રહે છે. તસ્વીરોમાં વલુઈસ્કીના સોલોટીમાં રશિયાના જવાનોની મુવમેન્ટ જોવા મળે છે. 13 ફેબ્રુઆરીએ જે તસ્વીરો લીધી હતી તેની સરખામણીએ 20મી ફેબ્રુઆરીએ લીધેલી તસ્વીરોમાં અનેક રીતે અલગ છે. સૈનિકો સતત આગળ વધી રહ્યાંનું જોવા મળી છે. હાલની તસ્વીરમાં જોઈ શકાય છે કે, સૈનિકો અને સૈન્ય વાહનોની આસપાસથી બરફ હટાવવામાં આવ્યો છે. એકથી વધારે જગ્યાએ સૈનિકોની મૂવમેન્ટ જોવા મળે છે.