
મુંબઈઃ આફ્રિકન નાગરિકે ચાર વ્યક્તિઓ ઉપર બ્લેડથી કર્યો હુમલો
મુંબઈઃ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં બ્લેડથી હુમલાની ઘટના સામે આવી છે. આફ્રિકી મૂળના એક નાગરિકે ચાર વ્યક્તિઓ પર બ્લેડથી હુમલો કર્યો હતો. જેમાં તેમને ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં છે. પોલીસે હુમલાખોરને ઝડપી લીધો હતો. તેમજ તેની પૂછપરછ આરંભી હતી. હુમલાખોરએ ડ્રગ્સનો નશો કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર મુંબઈમાં હાઈકોર્ટની નજીક એક આફ્રીકી મૂળના નાગરિકે આસપાસના લોકો ઉપર બ્લેડ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ચાર વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયો હતો. જેથી લોકોએ તાત્કાલિક હુમલાખોરને ઝડપી લીધો હતો. તેમજ પોલીસને જાણ કરી હતી. આ બનાવની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો.
પોલીસે આરોપીની અટકાયત કરીને પૂછપરછ આરંભી છે. પોલીસે આરોપી નાઈજીરિયન નાગરિકને મેડિકલ ટેસ્ટ માટે મોકલી આપ્યો હતો. જેમાં હુમલા સમયે હુમલાખોર નશામાં ચકચુર હોવાનું ખુલ્યું હતું. આરોપીએ કેમ નિર્દોશ લોકો ઉપર હુમલો કર્યો તેની તપાસ શરૂ કરી છે.