1. Home
  2. ગુજરાતી
  3. કંધાર પ્લેન હાઇજેક કેસમાં છોડી મુકવામાં આવેલા મુશ્તાક અહેમદ ઝરગરને ગૃહ મંત્રાલય દ્વારા આતંકવાદી જાહેર કરવામાં આવ્યો
કંધાર પ્લેન હાઇજેક કેસમાં છોડી મુકવામાં આવેલા મુશ્તાક અહેમદ ઝરગરને ગૃહ મંત્રાલય દ્વારા આતંકવાદી જાહેર કરવામાં આવ્યો

કંધાર પ્લેન હાઇજેક કેસમાં છોડી મુકવામાં આવેલા મુશ્તાક અહેમદ ઝરગરને ગૃહ મંત્રાલય દ્વારા આતંકવાદી જાહેર કરવામાં આવ્યો

0
Social Share

દિલ્હી: કંધાર પ્લેન હાઇજેક કેસમાં સંડોવાયેલા મુશ્તાક અહેમદ ઝરગરને ગૃહ મંત્રાલય દ્વારા આતંકવાદી જાહેર કરવામાં આવ્યો. મુશ્તાક અલ મુજાહિદીનનો સંસ્થાપક અને ચીફ કમાન્ડર છે. જાણકારી અનુસાર આ અપહરણ બાદ આતંકવાદીઓએ પોલીસ કસ્ટડીમાં રહેલા તેમના પાંચ સાથીઓને મુક્ત કરવાની માંગ કરી હતી. આ અપહરણ કેસને લઈને ઘણો હોબાળો થયો હતો, પરંતુ સરકારે આતંકવાદીઓને છોડવા પડ્યા હતા, ત્યારે રુબિયા સઈદને છોડવામાં આવ્યા હતા.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે મુસ્તાક અહેમદ ઝરગર ઉર્ફે લતરામ જમ્મુ-કાશ્મીરના શ્રીનગર વિસ્તારનો વતની હતો. 1985 દરમિયાન તે આતંકવાદી સંગઠનમાં જોડાયો અને ખીણમાં ભારત વિરુદ્ધ આતંકવાદી કાર્ય કરવાનું શરૂ કર્યું. તેણે આતંકી જૂથ સાથે મળીને ઝરગરે 12 ડિસેમ્બર 1989ના રોજ ભારતના નવા નિયુક્ત ગૃહ પ્રધાન મુફ્તી મોહમ્મદ સઈદની પુત્રી રુબિયા સઈદનું પણ અપહરણ કર્યું.

વર્ષ 1991માં ઝરગરે પોતાનું આતંકવાદી સંગઠન બનાવ્યું, તેણે અલવર મુજાહિદ્દીન નામ આપ્યું. પછી ઝરગરે જમ્મુ-કાશ્મીરમાં તાબડતોડ હત્યાઓ કરી. જેમાં કેટલાક ઉચ્ચ અધિકારીઓની હત્યાનો સમાવેશ થાય છે. ઝરગરને પકડવા માટે સરકારે દિવસ-રાત એક કર્યા અને ત્યાર બાદ 15 મે 1992ના રોજ તેની ધરપકડ કરવામાં આવી. ત્યાં સુધીમાં તેની સામે હત્યા અને અન્ય જઘન્ય ગુનાઓના 3 ડઝનથી વધુ કેસ નોંધાયેલા હતા.

ગૃહ મંત્રાલયે એક મોટો નિર્ણય લેતા મુસ્તાક અહમદ ઝરગરને આતંકી જાહેર કરી દીધો છે. ઝરગરને ગેરકાયેદસર પ્રવૃતિઓ અધિનિયમ, 1967 હેઠળ આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code