1. Home
  2. ગુજરાતી
  3. સમાન નાગરિક સંહિતા મામલે મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે વાંધો ઉઠાવ્યો -કહ્યુ, ‘સરકાર ખાસ મુદ્દાઓ પરથી ધ્યાન હટાવી રહી છે’
સમાન નાગરિક સંહિતા મામલે મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે વાંધો ઉઠાવ્યો -કહ્યુ, ‘સરકાર ખાસ મુદ્દાઓ પરથી ધ્યાન હટાવી રહી છે’

સમાન નાગરિક સંહિતા મામલે મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે વાંધો ઉઠાવ્યો -કહ્યુ, ‘સરકાર ખાસ મુદ્દાઓ પરથી ધ્યાન હટાવી રહી છે’

0
Social Share
  • મુસ્લિમ પર્સનલ લો બોર્ડને સ્વિકાર નથી સમાન નાગરિક સંહિતા
  • કહ્યુ, ‘સરકાર ખાસ મુદ્દાઓ પરથી ધ્યાન હટાવી રહી છે’

દિલ્હીઃ-  દેશભરમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની કેન્દ્ર સરકારની તૈયારીઓ વચ્ચે મુસ્લિમ પર્સનલ લો બોર્ડે વાંધો ઉઠાવ્યો છે, તેમણે આ અંગે નિવેદન આપ્યું છે બોર્ડે તેનો વિરોધ કર્યો છે અને તેને બંધારણ અને લઘુમતીઓ વિરુદ્ધ ગણાવ્યું છે. ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે યુનિફોર્મ સિવિલ કોડના વિચારને નકારી કાઢ્યા છે અને તેની તરફેણમાં કહેવાતી બાબતોની  હવે નિંદા કરવામાં આવી છે.

વિતેલા દિવસને  મંગળવારના રોજ, બોર્ડના જનરલ સેક્રેટરી મૌલાના ખાલિદ સૈફુલ્લાહ રહેમાનીએ  કોન્ફોરન્સ યોજીને જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને કેન્દ્ર સરકાર દ્વારા સમાન નાગરિક સંહિતાનો રોગ એ અસામાજીક બયાનબાજી સિવાય બીજું કંઈ નથી.આ સાથે જ મોંઘવારી, અર્થવ્યવસ્થા અને વધતી બેરોજગારીથી લોકોનું ધ્યાન હટાવવા માટે સરકાર આ ધૂન ગાતી હોવાનું પણ જણાવ્યું હતું.

નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે આ લઘુમતી વિરોધી અને બંધારણ વિરોધી વિચાર છે, જે મુસ્લિમોને બિલકુલ સ્વીકાર્ય નથી. બોર્ડ આની સખત નિંદા કરે છે અને સરકારને આવા કૃત્યોથી દૂર રહેવા અપીલ કરે છે.આ સાથે જ રહેમાનીએ કહ્યું કે બંધારણમાં લઘુમતી અને આદિવાસી જાતિઓને તેમની ઈચ્છા અને પરંપરા અનુસાર અલગ-અલગ વ્યક્તિગત કાયદા બનાવવાની છૂટ આપવામાં આવી છે. આ બહુમતી અને લઘુમતીઓ વચ્ચે પરસ્પર એકતા અને પરસ્પર વિશ્વાસ જાળવવામાં મદદ કરે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code