1. Home
  2. ગુજરાતી
  3. મોસ્ટ પોપ્યૂલર 5 એક્ટ્રેસની ફિટનેસનુ રહસ્ય એક્સરસાઈઝ
મોસ્ટ પોપ્યૂલર 5 એક્ટ્રેસની ફિટનેસનુ રહસ્ય એક્સરસાઈઝ

મોસ્ટ પોપ્યૂલર 5 એક્ટ્રેસની ફિટનેસનુ રહસ્ય એક્સરસાઈઝ

0
Social Share

બોલિવૂડ સેલીબ્રીટીઝ હોય કે એક સામાન્ય માણસ પણ ફિટ રહેવાનું કોને ન ગમે દરેક વ્યક્તિ ફિટ રહેવા માટે કઈકને કઈક ઉપાય આજમાવતા રહેતા હોય છે ત્યારે બોલિવૂડની આલિયા ભટ્ટ હોય કે પછી અક્ષય કુમાર કે પછી આમિર ખાન હોય, તેઓ પોતોની જાતને ફિટ રાખવા માટે અલગ અલગ એક્સરસાઈઝ કરતા હોય છે, જો તમે પણ આ સેલીબ્રીટીઝની જેમ ફિટ અને હેલ્ધી રહેવા માંગો છો તો આ મોસ્ટ 5 એક્સરસાઈઝને ફોલો કરો અને ફિટ રહો.

આલિયા ભટ્ટઃ આલિયા ભટ્ટ બોલિવૂડમાં એન્ટર નહોતી થઈ તે પહેલા તેનુ વજન હાલની કમ્પેરમાં ધણુ વધુ હતું  પરંતુ તેની પહેલી ફિલ્મ સ્ટૂડન્ટ ઓફ યર પહેલા તેણે પોતાની જાનતે સ્લિમ ડ્રીમ બનાવી હતી. આલિયા  સમાન્ય રીતે ટ્રેડમીલ , ટ્રાઈપેસ્પસ , બાઈસેપ કર્લ્સ , ક્રંચેઝ ,ડંબબેલ જેની એક્સરસાઈઝ કરે છે ત્યારે સાથે સાથે આલિયા  ચાલવાનું પણ પસંદ કરે છે.

અક્ષય કુમારઃ 51 વર્ષમાં પણ હહુ યંગ લાગી રહ્યો છે અક્કી, તેઓ ફિટ રહેવા માટે શૈડો બોક્સિંગ અને કીક બોક્સિંગ કરે છે આ ઉપરાંત અક્ષય કુમાર યોગા , સ્વિમિંગ અને આઉટડોર એક્ટિવિટિસ પણ કરે છે આમ સતત તેઓ ફિટ રહેવા માટે શરીરને કસ્ટ આપે છે એમ કહી શકાય.

ઋતિક રોશનઃ ઋતિક રોશન તેની એક્ટિંગની સાથે સાથે તેની ફિટ બોડીને લઈને સતત ચર્ચામાં હોય છે , તેની ફિટ બોડીના કારણે જ તે ડાંસમાં સ્મૂથ મૂવ્સ આપી શકે છે આજે 45ની ઉમરમાં પણ તે ફિટ લાગી રહ્યો છે જેનું કારણ તેની ફિટનેસ છે . ઋતિક ડંબબેલ બેંચ પ્રેસ , બારબેલ રો ,બેક એક્સટેંશન , સીટેડ કાફ રેઝ જેવી એક્સરસાઈઝ કરીને ફિટ રહે છે.

આમીર ખાનઃ આમીર ખાન પણ આટલી ઉમરે ખુબજ ફિટ જોવા મળે છે, પોતાની એક્ટિંગથી લોકોના દિલ જીતે જ છે તો સાથે સાથે તેની ફિટનેસ પણ તારીફે કાબિલ છે બેંચ પ્રેસ ,ડંબબેલ પ્રેસ, સીટેડ કેબલ રો જેવી એક્સરસાઈઝ કરે છે અને પોતાનું બોડી મેન્ટેઈન કરે છે

શિલ્પા શેટ્ટીઃ હિટ એન્ડ ફિટની વાત આવે અને શિલ્પા શેટ્ટીને ભૂલી જઈએ એતો શક્ય જ નથી , અનેક પ્રકારના યોગો કરીને શિલ્પા આજે પણ એકદમ યંગ લાગી રહી છે શિલ્પા શેટ્ટી દરરોજ સવારે યોગા કરે છે, તે ધનુરાસન,ભૂંજગઆસન , હાલાસન અને પ્રદહસેતાન કરીને પોતોને મેન્ટેઈન કરી રહી છે , શિલ્પા શેટ્ટીના ફિટનેસના વખાણ તો દેશ વિદેશમાં થઈ રહ્યા છે,આમ બોલિવૂડના અભિનેતા અને અભિનેત્રીઓ અલગ અલગ કસરત અને એક્ટિવિટિઝ કરીને પોતાને ફિટ રાખતા હોય છે તો તમે પણ આ તમામ એકસરસાઈઝ ટ્રાય કરો અને ફિટ થઈ જાવ.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code