1. Home
  2. ગુજરાતી
  3. શું ચંદ્ર પર પાણી છે? એ રહસ્ય શોધી રહ્યું છે NASA, ઉલ્કાપિંડીય ધારાઓ મળી
શું ચંદ્ર પર પાણી છે? એ રહસ્ય શોધી રહ્યું છે NASA, ઉલ્કાપિંડીય ધારાઓ મળી

શું ચંદ્ર પર પાણી છે? એ રહસ્ય શોધી રહ્યું છે NASA, ઉલ્કાપિંડીય ધારાઓ મળી

0

નાસાના નવા ખોજ ઉપગ્રહે ધરતીના આકારના નવા બાહ્ય ગ્રહની શોધ કરી છે જે 53 પ્રકાશવર્ષ દૂર એક તારાની કક્ષામાં રહેલો છે. આ ઉપરાંત નાસાના સંશોધનકર્તાઓએ એક આશ્ચર્યજનક તથ્ય શોધી કાઢ્યું છે. એક શોધમાં એ વાતના પુરાવા મળ્યા છે કે ચંદ્ર પર પાણી અને હાઇડ્રોક્સિલની હાજરી રહેલી છે.

ટ્રાન્ઝિસ્ટિંગ એક્સોપ્લેનેટ્સ સર્વે સેટેલાઇટ્સ (ટીઈએસએસ)એ તે જ મંડળમાં વરૂણ ગ્રહના આકારના એક ગ્રહની શોધ કરી છે. આ સ્ટડી એસ્ટ્રોફિઝિકલ જર્નલ લેટર્સમાં પ્રકાશિત થયો છે. અમેરિકાની કાર્નેજી ઇન્સ્ટિટ્યૂશન ફોર સાયન્સની જોહાના ટેસ્કેએ કહ્યું, ‘એ વાત ખૂબ ઉત્સાહિત કરનારી છે કે માત્ર એક વર્ષ પહેલા લોન્ચ થયેલો ટીઈએસએસ ગ્રહોની શોધના ક્રમમાં પહેલેથી જ એક જબરદસ્ત બદલાવ લાવનારો બની ગયો છે.’

નાસાના શોધકર્તાઓએ એ જાણકારી પણ આપી છે કે ચંદ્ર પર ઉલ્કાપિંડોની વર્ષાને કારણે તેની સપાટી નીચે આવેલા બહુમૂલ્ય પાણીને નુકસાન પહોંચ્યું અને તેના કારણે ગૂઢ અંતરિક્ષમાં સતત લાંબાગાળાની માનવીય શોધના કાર્યમાં સંભવિત સ્ત્રોતને નુકસાન પહોંચ્યું છે.

આ સંબંધે વિકસિત વૈજ્ઞાનિક મોડલમાં શક્યતા દર્શાવીને કહેવામાં આવ્યું છે કે એવું બની શકે છે કે ઉલ્કાપિંડોના પડવાથી ચંદ્ર પર હાજર પાણી વરાળ બનીને ઊડી ગયું હોય. જોકે વૈજ્ઞાનિકોએ આ વિચારને સંપૂર્ણપણે ચકાસ્યો નથી. નાસા અને અમેરિકાના જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી અપ્લાય્ડ ફિઝિક્સ લેબોરેટરીના શોધકર્તાઓને લૂનર એટ્મોસ્ફિયર એન્ડ ડસ્ટ એન્વાયરમેન્ટ એક્સપ્લોરર (એલએડીઈઈ) દ્વારા એકત્રિત આંકડાઓથી આવી ઘણી ઘટનાઓ અંગે જાણ થઈ. એલએડીઈઈ એક રોબોટિક અભિયાન હતું. તેણે ચંદ્રની કક્ષામાં પરિક્રમા કરીને ચંદ્રના વિરલ વાયુમંડળની સંરચના તથા ચંદ્રના આકાશમાં ધૂળના પ્રસાર વિશે વિસ્તૃત જાણકારી ભેગી કરી.

આ સ્ટડી ‘નેચર જિયોસાયન્સિઝ’માં પ્રકાશિત થયો છે. સ્ટડીના મુખ્ય લેખક, અમેરિકામાં નાસાના ગોડાર્ડ સ્પેસ ફ્લાઇટ સેન્ટરના મેહદી બેન્નાએ કહ્યું, ‘અમને એવી ઘણી ઘટનાઓની જાણ થઈ છે. તેમને ઉલ્કાપિંડીય ધારાના નામથી ઓળખવામાં આવે છે. જોકે ચોંકાવનારી વાત એ છે કે અમને ઉલ્કાપિંડની ચાર ધારાઓના પુરાવા મળ્યા છે, જેની પહેલા અમને જાણ નહોતી.’ એ વાતના પુરાવા છે કે ચંદ્ર પર પાણી અને હાઇડ્રોક્સિલની હાજરી રહી છે. જોકે ચંદ્ર પર પાણીને લઈને ચર્ચા સતત ચાલુ છે.

અમેરિકામાં નાસાના એઇમ્સ રિસર્ચ સેન્ટરમાં એલએડીઈઈ પરિયોજનાના વૈજ્ઞાનિક રિચર્ડ એલ્ફિકે કહ્યું, ‘ચંદ્રના વાયુમંડળમાં પાણી કે હાઇડ્રોક્સિલની ઉલ્લેખનીય માત્રા રહી નથી.’ એલ્ફિકે એક નિવેદનમાં કહ્યું, ‘પરંતુ ચંદ્ર જ્યારે આમાંથી કોઈ ઉલ્કાપિંડીય ધારાના પ્રભાવમાં આવે છે તો તેની માત્રામાં વરાળ નીકળે છે જેની આપણે જાણકારી મેળવી શકીએ છીએ.’ ઘટના પૂરી થવા પર પાણી અથવા હાઇડ્રોક્સિલ પણ ગાયબ થઈ જાય છે. તેમાં આગળ કહેવામાં આવ્યું છે કે પાણીને સપાટીથી બહાર કાઢવા માટે ઉલ્કાપિંડોને સપાટીથી ઓછામાં ઓછા આઠ સેન્ટિમીટર નીચે પ્રવેશ કરવાનો હોય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.