67th National Award: રજનીકાંત દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત, મનોજ બાજપેયી બેસ્ટ એક્ટર, જાણો સંપૂર્ણ યાદી
- 67માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની જાહેરાત
- રજનીકાંત દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત
- મનોજ બાજપેયી, ધનુષ અને કંગના રનૌત રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત
નવી દિલ્હી: રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની 67મી આવૃત્તિનો સમારંભ યોજાયો હતો. સમારંભ દરમિયાન ફિલ્મ ઉદ્યોગમાં 45 વર્ષ સુધીના પોતાના યોગદાન માટે રજનીકાંતને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તે ઉપરાંત અભિનેત્રી કંગના રનૌત તેમજ મનોજ બાજપેયીને પણ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
The Vice President, Shri M. Venkaiah Naidu conferring the 51st Dadasaheb Phalke Award to legendary actor Rajnikanth at the 67th National Film Awards in New Delhi today. @rajinikanth #NationalFilmAwards #DadasahebPhalkeAward pic.twitter.com/NrStLekN5Y
— Vice President of India (@VPSecretariat) October 25, 2021
રાષ્ટ્રીય પુરસ્કાર માટેની હિન્દી ફિલ્મની શ્રેણીમાં, વર્ષ 2019માં રિલીઝ થયેલી દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજૂપત સ્ટારર છિછોરેને સર્વશ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. તે ઉપરાંત ફિલ્મ મણિકર્ણિકા અને પંગા માટે કંગના રણૌતને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
Congratulations to all the award winners at the 67th National Film Awards for their outstanding contribution to the world of Indian Cinema!#NationalFilmAwards2019 🎥 pic.twitter.com/sM3BqhMzD8
— Anurag Thakur (@ianuragthakur) October 25, 2021
અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ કેસરીના સુપરહિટ ગીત તેરી મિટ્ટી માટે ગાયક બી પ્રાકને શ્રેષ્ઠ મેલ પ્લેબેક સિંગરનો એવોર્ડ આપવામાં આવ્યો છે. તેમજ શિવાની રવીન્દ્રને બેસ્ટ ફીમેલ પ્લેબેક સિંગરનો એવોર્ડ અપાયો છે. મનોજ બાજપેયી અને સાઉથના સુપરસ્ટાર ધનુષને સંયુક્ત રીતે શ્રેષ્ઠ અભિનેતાના એવોર્ડથી નવાજીત કરવામાં આવ્યા છે.
જુઓ વિનર્સની યાદી
બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ – પલ્લવી જોશી ( ધ તાશ્કંદ ફાઇલ્સ – હિન્દી)
બેસ્ટ સપોર્ટિંગ એક્ટર – વિજય સેતુપતિ
બેસ્ટ ચાઇલ્ડ આર્ટિસ્ટ – નાગા વિશાલ, કરુપ્પુ દુરાઇ (તમિલ)
બેસ્ટ ફિલ્મ એન્વાયરમેન્ટ કન્ઝર્વેશન – વોટર બરિયલ
બેસ્ટ ચિલ્ડ્રન ફિલ્મ – કસ્તુરી (હિન્દી), નિર્માતા – ઇનસાઇટ ફિલ્મ્સ
દિગ્દર્શક – વિનોદ ઉત્તરેશ્વર કાંબલે
બેસ્ટ ફિલ્મ પ્રોવાઈડીંગ હોલ્સમ એન્ટરટેનમેન્ટ – મહર્ષિ (તેલુગુ), નિર્માતા – શ્રી વેંકટેશ્વર ક્રિએશન્સ, નિર્દેશક – પેડીપલ્લી વંસીધર રાવ
બેસ્ટ મેલ પ્લેબેક સિંગર – બી પ્રાક, ગીત – તેરી મીટ્ટી
બેસ્ટ ફીમેલ પ્લેબેક સિંગર – સાવાની રવિન્દ્ર, ગીત – રાણ પીતલા
બેસ્ટ લિરિક્સ – પ્રભા વર્મા, અરાદુમ પરયુક્કા વાયા – કોલમ્બી