1. Home
  2. ગુજરાતી
  3. ધરતી તરફ આગળ વધી રહ્યો છે ખતરો, ટકરાઇ શકે છે એસ્ટેરોઇડ Bennu
ધરતી તરફ આગળ વધી રહ્યો છે ખતરો, ટકરાઇ શકે છે એસ્ટેરોઇડ Bennu

ધરતી તરફ આગળ વધી રહ્યો છે ખતરો, ટકરાઇ શકે છે એસ્ટેરોઇડ Bennu

0
Social Share
  • પૃથ્વી પર મંડરાઇ રહ્યો છે ખતરો
  • એસ્ટેરોઇડ Bennu પૃથ્વી સાથે ટકરાવવાની આશંકા
  • વૈજ્ઞાનિકોએ આપી આ જાણકારી

નવી દિલ્હી: પૃથ્વી પર એક ખતરો મંડરાઇ રહ્યો છે. અમેરિકી સ્પેસ એજન્સી નાસાએ એક વિશાળ એસ્ટેરોઇડ ધરતી સાથે ટકરાવાની આશંકા વ્યક્ત કરી છે. આ એસ્ટેરોઇડનું નામ Bennu છે. જેની સાઇઝ ન્યૂયોર્કની Empire State બિલ્ડીંગ જેટલી મોટી છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર આ સપ્તાહની શરૂઆતમાં નાસાએ આ વાતની પુષ્ટિ કરી હતી કે એસ્ટેરોઇડ Bennu ધરતી સાથે ટકરાવવાની આશંકા છે. જો કે તેમાં હજુ સમય છે, તેથી તે ચિંતાનો વિષય નથી એવું પણ વૈજ્ઞાનિકોએ સ્પષ્ટ કર્યું છે.

બેન્નુની ધરતીથી વર્ષ 2021થી 2300ની વચ્ચે ટકરાવાની આશંકા 1750માંની એક છે. જોકે આવુ અનુમાન છે કે આનો પ્રભાવ ઘણો ઓછો થશે. એસ્ટ્રોઈડ Bennu પર કરવામાં આવેલી સ્ટડી ‘hazard assessment ના લેખક અને વૈજ્ઞાનિક Davide Farnocchiaaએ કહ્યુ કે Bennuના ધરતી સાથે ટકરાવવાની આશંકા 0.037% છે.

Davide Farnocchiaaએ કહ્યુ, હુ Bennuને લઈને પહેલાથી વધારે ચિતિંત છુ. જોકે આ પ્રભાવને લઈને એવી સંભાવના છે કે આ વધારે નહીં હોય.

આ સ્ટડીનુ ટાઈટલ છે, ‘Ephemeris and hazard assessment for near-Earth asteroid (101955) Bennu’ આ અધ્યયન એસ્ટ્રોઈડ્સની ટ્રાજેક્ટરી પર નજર રાખવા માટે કરવામાં આવ્યુ, જે OSIRIS-REx ડેટા પર બેઝ્ડ છે. અમેરિકી સ્પેસ એજન્સી NASA ધરતી સાથે ટકરાવવાની આશંકા રાખનારા એસ્ટ્રોઈડ્સ પર નજર રાખે છે.

OSIRIS-REx સ્પેસક્રાફ્ટના ડેટામાં જોવા મળ્યુ છે કે વર્ષ 2300 સુધી આને ટકરાવવાની આશંકા કેટલી છે. વૈજ્ઞાનિકો અનુસાર આની સૌથી ચોક્કસ તારીખ 24 સપ્ટેમ્બર 2182 છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code