- આવતીકાલથી કેન્દ્રીય કર્મચારીઓની આ સગવડ થઇ જશે પૂર્ણ
- કાલથી કેન્દ્રીય કાર્યાલયોમાં બાયોમેટ્રિક્સ સિસ્ટમ લગાડાશે
- દરેક સરકારી કર્મચારીઓએ સંપૂર્ણ સમય માટે ઓફિસમાં હાજરી નોંધાવવી પડશે
નવી દિલ્હી: દેશના સરકારી કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યાં છે. કોવિડ મહામારી દરમિયાન સરકારી કર્મચારીઓને જે પણ સુવિધાઓ અને સગવડ આપવામાં આવી હતી તે હવે પૂર્ણ કરવામાં આવી રહી છે. હવે આ તમામ સરકારી કર્મચારીઓએ ઓફિસમાં સંપૂર્ણ સમય માટે હાજરી નોંધાવવી અનિવાર્ય બનશે. આવતીકાલથી હાજરી નોંધાવવા માટે હવે બાયોમેટ્રિક્સ સિસ્ટમ કાલથી લાગુ કરવામાં આવશે.
દેશના તમામ કેન્દ્રીય કાર્યાલયોમાં બાયોમેટ્રિક્સને લઇને નોટિફિકેશન જારી કરી દેવામાં આવ્યું છે. હવે ઓફિસમાં ઓછી સંખ્યામાં કર્મચારીઓને બોલાવવા અને કામના કલાકો ઓછા કરી દેવા જેવી સુવિધાઓ હવે ખતમ કરી દેવામાં આવી છે. હવે 8 નવેમ્બરથી દરેક કર્મચારીઓને બાયોમેટ્રિક્સ હાજરી નોંધાવવી પડશે.
– સરકારી ગાઈડલાઈન અનુસાર બાયોમેટ્રિક મશીનની પાસે સેનિટાઈઝર રાખવુ અનિવાર્ય હશે.
– તમામ કર્મચારી હાજરી નોંધાવ્યા પહેલા અને બાદમાં હાથને સેનિટાઈઝ કરવા પડશે.
– કર્મચારીઓને બાયોમેટ્રિક હાજરી નોંધાવતા સમયે અંદરોઅંદર છ ફૂટનુ અંતર રાખવુ પડશે.
– તમામ કર્મચારીઓને દરેક સમયે માસ્ક પહેરવુ અને ચહેરાને કવર રાખવુ જરૂરી હશે.
– બાયોમેટ્રિક મશીનના ટચપેડને વારંવાર સાફ કરવા માટે નામાંકિત કર્મચારીઓને તૈનાત કરવા જોઈએ.
– આ કર્મચારી હાજરી નોંધાવવા માટે આવનાર કર્મચારીઓને કોવિડ ગાઈડલાઈન જણાવ્યા કરશે.
– બાયોમેટ્રિક મશીનને ખુલ્લા વાતાવરણમાં રાખવુ જોઈએ.
નોંધનીય છે કે, આ વખતે કેન્દ્રીય કર્મચારીઓને દિવાળી દરમિયાન મોટી ભેટ આપવામાં આવી હતી. સરકારે કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ 3 ટકા વધારવાનો નિર્ણય લીધો હતો. તે ઉપરાંત કર્મચારીઓને બોનસ પણ આપવામાં આવ્યું છે. હવે કેન્દ્રીય કર્મચારીઓના મૂળ વેતનમાં ડીએ વધારીને 31 ટકા થઇ ગયું છે.