1. Home
  2. ગુજરાતી
  3. સારા સમાચાર! ઑક્ટોબર-નવેમ્બરમાં વધુ 4 ભારતીય કંપનીઓ વેક્સિનનું ઉત્પાદન શરૂ કરશે
સારા સમાચાર! ઑક્ટોબર-નવેમ્બરમાં વધુ 4 ભારતીય કંપનીઓ વેક્સિનનું ઉત્પાદન શરૂ કરશે

સારા સમાચાર! ઑક્ટોબર-નવેમ્બરમાં વધુ 4 ભારતીય કંપનીઓ વેક્સિનનું ઉત્પાદન શરૂ કરશે

0
Social Share
  • ભારતમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે સારા સમાચાર
  • ઑક્ટોબર-નવેમ્બરમાં ભારતની વધુ 4 કંપનીઓ વેક્સિનનું ઉત્પાદન શરૂ કરશે
  • કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ સંસદમાં આપી જાણકારી

નવી દિલ્હી: ભારતમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે ચાર ભારતીય ફાર્મા કંપનીઓ ઑક્ટોબર-નવેમ્બર સુધીમાં એન્ટી કોરોના વાયરસ વેક્સિનનું ઉત્પાદન શરૂ કરશે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ મંગળવારે સંસદમાં આ જાણકારી આપી હતી. ભારતમાં અત્યારસુધીમાં 47 કરોડ વેક્સિન અપાઇ ચૂકી છે. દેશભરમાં લોકોને ઝડપી ગતિએ વેક્સિન મળે તે માટે કેન્દ્ર સરકાર પ્રયાસરત છે.

ખાનગી હોસ્પિટલોમાં ઉપયોગમાં લેવાયા ના હોય તેવા 7 થી 9 ટકા જેટલા વેક્સિનના ડોઝ પણ સરકારી રસી કેન્દ્રમાં ઉપયોગમાં લેવાયા છે. પેગાસસ અને કૃષિ બિલના મુદ્દે વિપક્ષ દ્વારા હંગામા વચ્ચે તેઓએ કહ્યું હતું કે, રસીકરણનો કાર્યક્રમ પૂરજોશમાં ચાલી રહ્યો છે. આગામી દિવસોમાં વધુ ચાર ભારતીય કંપનીઓ વેક્સિનનું ઉત્પાદન શરૂ કરશે. તેની સાથે વેક્સિનેશન ડ્રાઇવને વેગ મળશે.

સરકાર આશા સેવી રહી છે કે, વધુ ચાર કંપનીઓ વેક્સિનનું ઉત્પાદન શરૂ કરશે તેનાથી આપણી જરૂરિયાતો પૂરી કરી શકાશે. આગામી દિવસોમાં બાયોલોજીકલ ઇ અને નોવાર્ટિસની પણ વેક્સિન બજારમાં ઉપલબ્ધ બનશે. જ્યારે ઝાયડસ કેડિલા દ્વારા ઉત્પાદિત વેક્સિનને ઝડપી ગતિએ તજજ્ઞોની સમિતિ દ્વારા કટોકટીમાં ઉપયોગમાં લેવા માટે મંજૂરી અપાશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code