1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. INS કરંજ 10 માર્ચે ભારતીય નૌસેનામાં સામેલ થશે, ક્ષણવારમાં દુશ્મનોને કરી શકે છે ધ્વસ્ત
INS કરંજ 10 માર્ચે ભારતીય નૌસેનામાં સામેલ થશે, ક્ષણવારમાં દુશ્મનોને કરી શકે છે ધ્વસ્ત

INS કરંજ 10 માર્ચે ભારતીય નૌસેનામાં સામેલ થશે, ક્ષણવારમાં દુશ્મનોને કરી શકે છે ધ્વસ્ત

0
Social Share
  • ભારતીય નૌસેનાની તાકાત વધશે
  • ભારતીય નૌસેનામાં સબમરિન INS કરંજને સામેલ કરાશે
  • ભારતીય નૌસેનાએ પહેલેથી જ INS કલવરી તેમજ INS ખાંદેરીને સેનામાં સામેલ કરેલી છે

નવી દિલ્હી: ભારતીય નૌસેનાની તાકાત વધવા જઇ રહી છે. ભારતીય નૌસેના 10 માર્ચે મુંબઇ ખાતે ત્રીજી સ્કોર્પિયન શ્રેણીની સબમરિન INS કરંજને સેનામાં સામેલ કરશે. ભારતીય નૌસેનાએ પહેલેથી જ INS કલવરી તેમજ INS ખાંદેરીને સેનામાં સામેલ કરેલી છે. મુંબઇ મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ પર સ્કોર્પિયન શ્રેણીની ત્રીજી સબમરિન INS કરંજને 2018ની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવી હતી.

INS કરંજ પ્રોજેક્ટ 75 પ્રોગ્રામ અંતર્ગત MDL દ્વારા બનાવવામાં આવેલી ત્રીજી સબમરીન છે. કલવરી અને ખાંદેરી બાદ કરંજની તાકાત જોઈને દુશ્મનોને પરસેવો છૂટી જશે. કરંજ એક સ્વદેશી સબમરીન છે જેને મેક ઈન ઈન્ડિયા અંતર્ગત બનાવવામાં આવી છે. આ સાથે જ ભારતે સબમરીન બનાવનારા દેશ તરીકે પોતાની સ્થિતિ મજબૂત કરી છે.

કરંજની વિશેષતા

સ્કોર્પિયન સબમરી કરંજની વિશેષતા વિશે વાત કરીએ તો તે દુશ્મનોને મ્હાત આપવા માટે ચોક્કસ નિશાન સાધી શકે છે. કરંજની આ ખૂબી ચીન અને પાકિસ્તાન જેવા દેશોની મુશ્કેલી વધારશે. આ સાથે જ કરંજ ટોરપીડો તેમજ એન્ટિ શિપ મિસાઇલ વડે હુમલો પણ કરી શકે છે. તેમાં સપાટી પર પાણીની અંદરથી દુશ્મન પર હુમલો કરવાની ખાસિયત પણ છે.

આ છે કરંજની ખાસિયતો

– કરંજ સબમરીન 67.5 મીટર લાંબી, 12.3 મીટર ઉંચી અને 1565 ટન વજનની છે

– દુશ્મનને શોધીને ચોક્કસ નિશાન તાકી શકે છે

– કરંજ ટોરપીડો અને એન્ટી શિપ મિસાઈલ વડે હુમલો કરી શકે છે

– રડારની પકડમાં નહીં આવી શકે કરંજ

– જમીન પર હુમલો કરવામાં સક્ષમ છે કરંજ

– કરંજ સબમરીન ઓક્સિન ઉત્પાદનની ક્ષમતા ધરાવે છે

– લાંબા સમય સુધી પાણીમાં રહી શકે છે કરંજ સબમરીન

(સંકેત)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code