1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. હવે NEETમાં નાપાસ થનાર પણ બની શકશે ડોક્ટર, સુપ્રીમે આપ્યો આ મોટો નિર્ણય

હવે NEETમાં નાપાસ થનાર પણ બની શકશે ડોક્ટર, સુપ્રીમે આપ્યો આ મોટો નિર્ણય

0
Social Share
  • NEETની પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને પણ હવે મેડિકલ ક્ષેત્રમાં મળશે પ્રવેશ
  • NEETની પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને BDS બનવા માટે મેડિકલ ક્ષેત્રે પ્રવેશ લઇ શકે છે
  • દેશભરની મેડિકલ કોલેજોમાં BDSની બેઠકો ખાલી રહેતી હોવાથી આ નિર્ણય લેવાયો

નવી દિલ્હી: NEETની પરીક્ષામાં જો તમે નાપાસ થયેલા હોય તો હવે નિરાશ થવાની જરૂર નથી. NEETની પરીક્ષામાં નાપાસ થયેલા ઉમેદવારો બીડીએસ એટલે કે ડેન્ટિસ્ટ બનવા માટે મેડિકલ ક્ષેત્રે પ્રવેશ લઇ શકે છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા અનુસાર હવે NEETમાં નિષ્ફળ થયેલા ઉમેદવારો પણ મેડિકલ બીડીએસના કોર્સમાં પ્રવેશ લઇ શકે છે. દેશભરની ઘણી મેડિકલ કોલેજોમાં બીડીએસની બેઠકો ખાલી હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે સુપ્રીમ કોર્ટના આ મોટા નિર્ણય બાદ આ ખાલી બેઠકો ભરાશે અને વિદ્યાર્થીઓનું વર્ષ પણ નહીં બગડે.

શિક્ષણ જગતમાં હવે પરિવર્તનનો દોર શરૂ થયો છે. શાળા કક્ષાએ અનેક પરિવર્તન બાદ હવે મેડિકલના અધ્યયન અંગે પણ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર હવે NEETમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓને મેડિકલ ક્ષેત્રે ભણવાની તક સાંપડશે. વિદ્યાર્થીઓ માટે આ મોટા અને સારા સમાચાર છે.

નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ દ્વારા વર્ષ 2016માં નિર્ણય લેવામાં આવ્યો હતો કે નીટની પરીક્ષામાં 50 ટકાથી ઉપરના ઉમેદવારોને જ BDS અને MBBSમાં પ્રવેશ મળશે. 50 ટકાથી નીચેના અરજદારોને કોઇપણ ક્વોટા હેઠળ મેડિકલ ક્વોટામાં પ્રવેશ મળશે નહીં. આ નિર્ણયને કારણે દેશમાં BDSની 7000 બેઠકો ખાલી છે, જેના માટે સુપ્રીમ કોર્ટે હવે પોતાનો નવો નિર્ણય આપ્યો છે જેથી કરીને આ બેઠકો ભરી શકાય.

(સંકેત)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code