
- કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધન અને તેમની પત્નીએ વેક્સિનનો બીજો ડોઝ લીધો
- દેશમાં કોરોનાની બીજી સાત વેક્સિન બનાવવામાં આવી રહી છે: ડો. હર્ષવર્ધન
- આ પૈકી કેટલાકની ક્લિનિકલ ટ્રાયલ પણ શરૂ થઇ ચૂકી છે
નવી દિલ્હી: સમગ્ર દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન વચ્ચે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન અને તેમની પત્નીએ આજે કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો હતો.
વેક્સિનનો ડોઝ લીધા બાદ તેમણે કહ્યું હતું કે, ભારતમાં બનેલી વેક્સિન સલામત છે અને વેક્સિન લીધા બાદ મને કે મારી પત્નીને કોઇ આડઅસર થઇ નથી. તે ઉપરાંત તેમણે કહ્યું કે, દેશમાં રસી આપવાનું અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. ભારત તમામ લોકોને રસી લગાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે. આ માટે દેશમાં કોરોનાની બીજી સાત વેક્સિન બનાવવામાં આવી રહી છે. આ પૈકી કેટલાકની ક્લિનિકલ ટ્રાયલ પણ શરૂ થઇ ચૂકી છે તો કેટલાકની ટ્રાયલ હાલમાં એડવાન્સ સ્ટેજ પર છે.
कोरोना से डरें, वैक्सीन से नहीं!
पहली डोज़ के बाद तय अंतराल पर आज मैंने अपनी पत्नी संग Delhi Heart & Lung Institute पहुंचकर #COVID19Vaccine की दूसरी डोज़ ली।#LargestVaccineDrive से जुड़ें, अफ़वाहों से गुमराह न हों। अपनी बारी आने पर टीका ज़रूर लगवाएं और ज़िम्मेदार नागरिक बनें। pic.twitter.com/MaBcr7BIg2
— Dr Harsh Vardhan (@drharshvardhan) March 30, 2021
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે તે ઉપરાંત બીજી બે વેક્સિન પ્રી ક્લિનિકલ ટ્રાયલ અને એક વેક્સિન પ્રથમ તબક્કા અને અન્ય એક વેક્સિન દ્વિતીય તબક્કામાં છે. ભારતમાં હાલમાં જે બે વેક્સિન લોકોને આપવામાં આવી રહી છે તે સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. ઘણા લોકોને વેક્સિનને લઇન હજુ પણ શંકા છે. હું તેઓને કહું છું કે વૈજ્ઞાનિકો દ્વારા વિકસિત આ વેક્સિનને લઇને કોઇપણ પ્રકારની આશંકા કે ગેરસમજ રાખવાની આવશ્યકતા નથી.
(સંકેત)