1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. RSS પ્રમુખના નિવેદન પર ઓવૈસીએ કહ્યું – નફરત એ હિન્દુત્વની દેન છે
RSS પ્રમુખના નિવેદન પર ઓવૈસીએ કહ્યું – નફરત એ હિન્દુત્વની દેન છે

RSS પ્રમુખના નિવેદન પર ઓવૈસીએ કહ્યું – નફરત એ હિન્દુત્વની દેન છે

0
Social Share
  • મોહન ભાગવતના નિવેદન પર ઓવેસીએ જવાબ આપ્યો
  • હિંસા અને હત્યા ગોડસેની હિન્દુત્વ વાળી વિચારધારા
  • આ નફરત હિન્દુત્વને આભારી છે

નવી દિલ્હી: રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતના નિવેદન પર AIMIM પ્રમુખ અસદુદ્દીન ઔવેસીએ વળતો પ્રહાર કર્યો હતો. તેણે કહ્યું હતું કે, કાયરતા, હિંસા અને હત્યા કરવી ગોડસેની હિન્દુત્વ વાળી વિચારધારાનો હિસ્સો છે. આપને જણાવી દઇએ કે રવિવારે એક કાર્યક્રમ દરમિયાન મોહન ભાગવતે તમામ ભારતીયોનું DNA એક છે તેવું કહ્યું હતું અને એમ પણ કહ્યું હતું કે લોકતંત્રમાં હિન્દુઓ કે મુસલમાનોનું પ્રભુત્વ ના હોઇ શકે.

અસદુદદી ઔવેસીએ અનેક ટ્વિટ કરીને મોહન ભાગવતને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે ટ્વિટ કરીને લખ્યું હતું કે, RSS પ્રમુખ ભાગવતે કહ્યું કે, લિન્ચિંગ કરનારા હિન્દુત્વ વિરોધી. આ અપરાધીઓને ગાય અને ભેંસમાં ફરક નથી ખબર. પરંતુ હત્યા કરવા માટે જુનૈદ, અખલાક, પહલુ, અકબર નામ જ પૂરતા નથી. આ નફરત હિન્દુત્વને આભારી છે. આ ગુનેગારોને હિન્દુત્વવાળી સરકારનો આશ્રય મળેલો છે.

કેન્દ્રીય મંત્રીના હાથે અલીમુદ્દીનના હત્યારાઓનું બહુમાન થાય છે. અખલાકના હત્યારાની લાશ પર તિરંગો લપેટવામાં આવે છે. આસિફને મારનાર લોકોના સમર્થનમાં મહાપંચાયત બોલાવાય છે, જ્યાં બીજેપીના પ્રવક્તા પૂછે છે કે શું આપણે મર્ડર પણ ન કરી શકીએ? તેમણે કહ્યું કે, કાયરતા, હિંસા અને હત્યા કરનારી ગોડસેની હિન્દુત્વવાળી વિચારધારાનો અતૂટ હિસ્સો છે. મુસલમાનોની લિન્ચિંગ પણ આ વિચારધારાનું પરિણામ છે તેવું ઔવેસીએ કહ્યું હતું.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code