
- RLD ચીફ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ચૌધરી અજીત સિંહનું નિધન
- તેઓ કોરોનાથી થયા હતા સંક્રમિત
- તેઓ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી પણ રહી ચૂક્યા છે
નવી દિલ્હી: રાષ્ટ્રીય લોકદળ (RLD)ના અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અજિત સિંહ ચૌધરીનું નિધન થયું છે. તેઓ કોરોનાથી સંક્રમિત હતા. મંગળવારે રાત્રે અજિત સિંહની તબિયત લથડતા તેઓને ગુરુગ્રામ ખાતેની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
અજિત સિંહ કોરોના સંક્રમિત હતા અને છેલ્લા કેટલાક સમયથી ફેફસામાં ઇન્ફેક્શન પણ વધી ગયું હતું. આ જ કારણોસર અજિત સિંહની તબિયત નાદુરસ્ત હતી. આપને જણાવી દઇએ કે પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણસિંહના દીકરા ચૌધરી અજીત સિંહ 7 વખત બાગપતથી સાંસદ તેમજ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રહી ચૂક્યા છે.
નોંધનીય છે કે, RLD ના પ્રમુખ ચૌધરી અજીત સિંહ 22 એપ્રિલના રોજ કોરોનાથી સંક્રમિત થયા હતા. ત્યારબાદ તેમના ફેફસાંમાં ખૂબ જ ઝડપથી સંક્રમણ ફેલાયું હતું. મંગળવારે તેમની તબિયત વધુ લથડી હતી અને અંતે તેઓનું ગુરુવારે નિધન થયું હતું.
(સંકેત)