1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. તેલંગાણામાં રસીકરણ બનશે વેગવાન, ડ્રોનથી રસી હેલ્થ સેન્ટર સુધી પહોંચાડાશે

તેલંગાણામાં રસીકરણ બનશે વેગવાન, ડ્રોનથી રસી હેલ્થ સેન્ટર સુધી પહોંચાડાશે

0
Social Share
  • તેલંગાણામાં રસીકરણને વેગવાન બનાવાશે
  • આ માટે તેલંગાણામાં ડ્રોનથી રસીનું વિતરણ થશે
  • સરકારે આ માટે આપી લીલી ઝંડી

તેંલગાણા: સમગ્ર દેશમાં કોરોના મહામારીની ઘાતક બીજી લહેરથી હાહાકાર છે અને કહેર વર્તી રહ્યો છે ત્યારે હજુ સુધી દેશમાં માત્ર 2 ટકા વેક્સિનેશન જ થયું છે, જે પણ કોરોના સંક્રમણ બેકાબૂ બનવા પાછળનું એક કારણ છે ત્યારે હવે રસીકરણને વેગ આપવા માટે તેલંગાણા રાજ્યમાં ડ્રોનથી રસી પહોંચાડવામાં આવશે. તેલંગાણા સરકારે ડ્રોનથી રસી પહોંચાડવા માટે કેન્દ્ર સરકારની મંજૂરી માંગી હતી. મંત્રાલય અનુસાર તેણે માનવરહિત વિમાન પ્રણાલીના નિયમો -2121 હેઠળ તેલંગાણા સરકારને શરતી છૂટછાટ આપી છે. આ મંજૂરી એક વર્ષ સુધી માન્ય રહેશે.

હવે રાજ્યના દૂરના અને અંતરિયાળ ગામોમાં રસી પહોંચાડવા માટે ડ્રોન આર્શિવાદરૂપ સાબિત થશે એ ચોક્કસ છે. ડ્રોનના ઉપયોગને કારણે રસીના પરિવહનનો સમય પણ બચશે અને રસીકરણને પણ પ્રોત્સાહન આપવામાં આવશે.

હાલમાં દેશમાં રસીકરણના ત્રીજા તબક્કાના 1મેથી શરૂઆત થઇ ચૂકી છે, જેમાં 18 કે તેથી વધુ વયના લોકોને રસી આપવામાં આવી રહી છે. જો કે રસીકરણને વેગવાન બનાવવા ડ્રોનથી રસીનું વિતરણ ક્યારે શરૂ થશે તે અંગે સરકાર દ્વારા કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

નોંધનીય છે તે તેલંગાણામાં કોરોનાના નવા 5892 કેસ નોંધાય હતા અને કુલ કેસ 4.51 લાખને વટાવી ગયા છે યારે મૃત્યુઆંક 2625 પર પહોંચી ગયો છે.

તેલંગાણામાં લોકડાઉનની આવશ્યકતા નથી અને કોઇ યોજના પણ નથી કારણ કે લોકડાઉનથી લોકોના જીવન વિપરિત રીતે પ્રભાવિત થશે તેમજ અર્થતંત્રને પણ વ્યાપક અસર થશે તેવું તેલંગાણાના મુખ્યપ્રધાન કે ચંદ્રશેખર રાવે કહ્યું હતું.

(સંકેત)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code