1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કોરોના હવા દ્વારા સૌથી વધુ ફેલાય છે, મળ્યા પૂરાવા: લેન્સેટ અભ્યાસ
કોરોના હવા દ્વારા સૌથી વધુ ફેલાય છે, મળ્યા પૂરાવા: લેન્સેટ અભ્યાસ

કોરોના હવા દ્વારા સૌથી વધુ ફેલાય છે, મળ્યા પૂરાવા: લેન્સેટ અભ્યાસ

0
Social Share
  • કોરોનાના ફેલાવાને લઇને કરાયો અભ્યાસ
  • કોરોના સૌથી વધુ હવાથી ફેલાય છે
  • મેડિકલ જર્નલ લેન્સેટમાં પ્રકાશિત એક અભ્યાસમાં આ તારણ આવ્યું છે

નવી દિલ્હી: હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના તાંડવ મચાવી રહ્યો છે ત્યારે કોરોના સંક્રમણના પ્રસાર પાછળ અનેક કારણ છે. જેમા એક નવા રિસર્ચ અનુસાર કોરોના સૌથી વધારે હવાથી ફેલાય છે. મેડિકલ જર્નલ લેન્સેટમાં પ્રકાશિત એક અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે SARS-CoV-2 સૌથી વધુ હવાથી ફેલાય છે. યુકે, યુએસ તેમજ કેનેડાના 6 નિષ્ણાતોએ સંયુક્તપણે આ અભ્યાસ હાથ ધર્યો હતો.

નિષ્ણાતો અનુસાર, કોરોન હવાથી ફેલાય છે તેના પૂરાવા અચરજ પમાડે તેવા છે. જ્યારે મોટા ડ્રોપલેટ દ્વારા તેના ફેલાવાના પૂરાવા લગભગ ના બરાબર છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન અને અન્ય પબ્લિક હેલ્થ એજન્સીઓ વાયરસના ફેલાવાને લઇને પોતાનું વર્ણન વૈજ્ઞાનિક આધાર પર બદલે જેથી તેનો સામનો કરવા માટે હવાથી ફેલાવાના આધાર પર પગલા લઇ શકાય.

યુનિવર્સિટી ઓફ ઓક્સફોર્ડની ટ્રિશ ગ્રીનહોના નેતૃત્વમાં પ્રકાશિત આ સંશોધનમાં ઘણા પૂરાવા આપવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે કેવી રીતે વાયરસ મોટા ભાગે હવા દ્વારા ફેલાય છે. તેમાં સુપર સ્પ્રેડર ઈવેન્ટની વાત કરવામાં આવી છે. તેમાં તે પણ કહેવામા આવ્યું છે કે ખુલ્લી જગ્યા કરતા બંધ જગ્યા પર કોરોનાના ફેલાવાનો દર વધારે છે.

સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે વાયરસ હવા દ્વારા ઝડપથી ફેલાય છે અને તેથી વિશ્વએ આ આધાર પર બચાવના પગલાં ઉઠાવવાની જરૂર છે. જો કોઈ વાયરસ હવા દ્વારા ફેલાય છે તો તે કોઈ પણ કોરોનાગ્રસ્ત વ્યક્તિ શ્વાસ છોડે, બોલે, બૂમો પાડે, ઉધરસ કે છીંક ખાય ત્યારે હવામાં આવી શકે છે. બાદમાં હવા દ્વારા તે આગળ ફેલાય છે.

તેવી પરિસ્થિતિમાં વેન્ટિલેશન, હવાને સાફ કરવા, ભીડ અને લોકોના અંદર રહેવાના સમયને ઓછો કરવા અને અંદર પણ માસ્ક પહેરવા, માસ્કની ક્વોલિટી અને ફિટિંગ જોવા અને સ્વાસ્થ્ય કર્મીઓને પણ ઉચ્ચ ગુણવત્તાની પીપીઈ કિટ આપવા જેવા પગલાં ભરવાની જરૂર છે.

(સંકેત)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code