1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. આજે કોંગ્રેસની કાર્યકારિણી સમિતિની યોજાશે બેઠક, મળી શકે નવા અધ્યક્ષ
આજે કોંગ્રેસની કાર્યકારિણી સમિતિની યોજાશે બેઠક, મળી શકે નવા અધ્યક્ષ

આજે કોંગ્રેસની કાર્યકારિણી સમિતિની યોજાશે બેઠક, મળી શકે નવા અધ્યક્ષ

0

નવી દિલ્હી: કોંગ્રેસે શુક્રવારે પોતાની ટોચની નીતિ ઘડનારી સમિતિ કોંગ્રેસ કાર્ય સમિતિની બેઠક થવા જઇ રહી છે. આ બેઠકમાં પાર્ટીના નવા અધ્યક્ષની ચૂંટણીને લઇને સ્થિતિ સ્પષ્ટ થવાની શક્યતા છે. સીડબલ્યુસીની આ ડિજીટલ બેઠક શુક્રવારે થશે.

સૂત્રોએ જણાવ્યું કે, આ બેઠકમાં નવા અધ્યક્ષની ચૂંટણીની સાથે-સાથે ખેડૂત આંદોલન અને કેટલાક અન્ય મુદ્દા પર પણ ચર્ચા થઈ શકે છે. માનવામાં આવી રહ્યું છે કે, આ બેઠકમાં અધ્યક્ષની ચૂંટણીને લીલી ઝંડી આપવામાં આવી શકે છે અને ચૂંટણીની તારીખોની જાહેરાત પણ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, ગત લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર પછી રાહુલ ગાંધીએ અધ્યક્ષ પદેથી રાજીનામુ આપી દીધું હતું તે પછી સોનિયા ગાંધીને વચગાળાના અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી હતી.

બિહાર વિધાનસભા ચૂંટણી અને કેટલાક રાજ્યોની પેટા ચૂંટણીઓમાં કોંગ્રેસના નિરાશાજનક પ્રદર્શન પછી ગુલામ નબી આઝાદ અને કપિલ સિબલ જેવા કેટલાક સીનિયર નેતાઓએ પાર્ટીના સક્રિય અધ્યક્ષ બનાવવાની માગ ફરી ઉઠાવી હતી. આમ તો, કોંગ્રેસના નેતાઓનું એક મોટું જૂથ લાંબા સમયથી એ વાતનું સમર્થન કરી રહ્યું છે કે, રાહુલ ગાંધીએ ફરીથી કોંગ્રેસની બાગડોળ સંભાળવી જોઈએ. કોંગ્રેસ મહાસચિવ રણદીપ સુરેજવાલાએ તાજેતરમાં જ કહ્યું હતું કે, કોંગ્રેસના 99.9 ટકા લોકો ઈચ્છે છે કે, રાહુલ ગાંધી ફરીથી તેમનુ નેતૃત્વ કરે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.