Nationalગુજરાતી

31 જાન્યુઆરી સુધીમાં આગંણવાડી સેવા પૂર્વવત કરવા નિર્ણય લો: સુપ્રીમનો રાજ્યોને આદેશ

  • કોરોના મહામારી બાદ દેશવ્યાપી લોકડાઉન દરમિયાન આંગણવાડીઓ પણ કરાઇ હતી બંધ
  • રાજ્ય સરકાર દ્વારા શાળા અને કોલેજો ખોલવામાં આવી છે પણ આંગણવાડીઓ હજુ પણ બંધ
  • સુપ્રીમ કોર્ટે રાજ્યોને 31 જાન્યુઆરી સુધીમાં આંગણવાડી શરૂ કરવા અંગે નિર્ણય લેવા કર્યો નિર્દેશ

નવી દિલ્હી: કોરોના મહામારીના ફેલાવા બાદ દેશમાં માર્ચ મહિનામાં દેશવ્યાપી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું ત્યારથી શાળાઓ તેમજ કોલેજોની સાથોસાથ આંગણવાડીઓ પણ બંધ થઇ હતી. ત્યારે 10 મહિના બાદ વિવિધ રાજ્ય સરકાર દ્વારા તબક્કાવાર શાળા અને કોલેજો ખોલવાની શરૂઆત થઇ ચૂકી છે. જો કે દેશભરની આંગણવાડીઓ હજુ પણ બંધ છે.

આ વચ્ચે હવે સુપ્રીમ કોર્ટ દ્વારા આ અંગે આદેશ આપવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા તમામ રાજ્ય સરકારો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોને આદેશ આપવામાં આવ્યો છે કે આ મહિનાના અંત સુધીમાં એટલે કે 31 જાન્યુઆરી સુધીમાં આંગણવાડીઓ સેવાઓ શરૂ કરવા અંગે નિર્ણય કરવામાં આવે. જો કે જે વિસ્તાર કન્ટેન્ટમેન્ટ ઝોનમાં છે તેમને આ આદેશમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.

અગાઉ 10 મહિનાથી બંધ આંગણવાડીને લઇને સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી, જેમાં આંગણવાડીઓને ફરીથી શરૂ કરવાની વાત કરવામાં આવી હતી. અરજીની અંદર કોરોનાને કારણે 14 લાખ આંગણવાડીઓ બંધ હોવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. અરજીમાં એવું પણ કહેવાયું હતું કે બાળકો તેમજ માતાઓને પોષણક્ષમ આહાર મળવામાં મુશ્કેલી થઇ રહી છે.

ઉલ્લેખનીય છે કે આંગણવાડીના માધ્યમથી શૂન્યથી છ વર્ષના બાળકો અને ગર્ભવતી મહિલાઓને સૂકુ રાશન આપવામાં આવે છે. ત્યારે સુપ્રીમ કોર્ટે આ અરજીની સુનવણીમાં તમામ રાજ્ય સરકારોને નિર્ણય લેવા માટે આદેશ આપ્યો છે.

(સંકેત)

Related posts
Nationalગુજરાતી

72માં ગણતંત્ર દિવસમાં 'આત્મનિર્ભર ભારત'ની ઝાંખીથી લઇને દેશની સંસ્કૃતિની ઝલકની સાથોસાથ જોવા મળ્યું સૈન્યનું સામર્થ્ય, વાંચો સમગ્ર કાર્યક્રમની અપડેટ્સ

આજે સમગ્ર ભારત ઉજવી રહ્યું છે 72મો ગણતંત્ર દિવસ આજે રાજધાની દિલ્હીમાં ઐતિહાસિક પરેડ નીકળશે આ પરેડમાં ભારત વિશ્વને પોતાની તાકાતનો આપશે…
Nationalગુજરાતી

સુરતની એક દુલ્હને કન્યાદાનમાં મળેલા દોઢ લાખ રુપિયા રામ મંદિર માટે દાન કર્યા 

સુરતની દુલ્હનનું સરહાનિય કાર્ય કન્યાદાનમાં મળેલા ડોઢલાખ રામ મંદિરને દાન આપ્યા અમદાવાદઃ-અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણ માટે દેશની દરેક વ્યક્તિ પોતાની શક્તિ…
Regionalગુજરાતી

દાહોદ ખાતે રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ -મુખ્યમંત્રી રુપાણીની ઉપસ્થિતિમાં રાજ્યપાલ દેવવ્રતે ધ્વજવંદન કર્યું

72મો ગણતંત દિવસ દાહોદ ખાતે રાજ્યક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી ગાંધીનગરઃ-સમગ્ર દેશમાં આજે દેશ ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે, દેશમાં જુદી જુદી…

Leave a Reply