કોરોના સંકટ: હાઇકોર્ટની દિલ્હી સરકારને ફટકાર, કહ્યું – તમે સ્થિતિ નિંયત્રણમાં ના લાવી શકો તો કેન્દ્ર સરકારને જવાબદારી આપીએ
- દેશની રાજધાની દિલ્હીમાં ઓક્સિજન સંકટને લઇને દિલ્હી હાઇકોર્ટે આપ સરકારને લગાવી ફટકાર
- તમારાથી સ્થિતિ નિયંત્રણમાં ના હોય તો અમને જણાવો: દિલ્હી હાઇકોર્ટ
- દિલ્હી સરકારે ઓક્સિજન વિતરણ માટે નહીં ઓક્સિજન સિલિન્ડર માટે કમર કસવી જોઇએ
નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં જારી ઓક્સિજન સંકટને લઇને દિલ્હી હાઇકોર્ટે મંગળવારે દિલ્હી સરકારને ફટકાર લગાવી હતી. દિલ્હી હાઇકોર્ટે સરકાર પ્રત્યે કડક વલણ દર્શાવતા કહ્યું હતું કે, તમારી સિસ્ટમ કોઇ કામ કરી રહી નથી, સંપૂર્ણપણે ફેલ છે. આ વચ્ચે ઓક્સિજન સપ્લાયને લઇને એક સપ્લાયરના જુઠને પકડ્યા બાદ હાઇકોર્ટે દિલ્હી સરકારને તે યૂનિટને ટેક ઓવર કરીન અને ઓક્સિજનની જરૂરીયાત વાળી હોસ્પિટલમાં સપ્લાયનો નિર્દેશ આપ્યો હતો. હાઇકોર્ટે નિર્દેશ આપ્યા હતા કે, કાલ સુધી યૂનિટ ટેકઓવર થઇ જવું જોઇએ.
ઑક્સિજનની અછતના મામલા પર સુનાવણી દરમિયાન દિલ્હી હાઇકોર્ટે આપ સરકારને ફટકાર લગાવી હતી. દિલ્હી હાઇકોર્ટે કહ્યું હતું કે, તમારાથી સ્થિતિ નિયંત્રણમાં ના હોય તો અમને જણાવો. અમે કેન્દ્રને સંભાળવા માટે કહીશું. દિલ્હી સરકારે ઓક્સિજન વિતરણ માટે નહીં ઓક્સિજન સિલિન્ડર માટે કમર કસવી જોઇએ.
હકીકતમાં સુનાવણી દરમિયાન એક સપ્લાયર તરૂણ સેઠે દાવો કર્યો કે, તેને માત્ર 4 હોસ્પિટલોને ઓક્સિજન સપ્લાઈ માટે કહેવામાં આવ્યું છે. સેઠે કહ્યુ કે, જ્યારે તે દિલ્હી સરકારના અધિકારીઓને પૂછીએ છીએ કે તે બધો ઓક્સિજન આ ચાર હોસ્પિટલોને મોકલે ત્યારે તે કહે છે કે બાકી 76ને પણ તમારે મેનેજ કરવી પડશે.
આ વચ્ચે સપ્લાયર મહારાજા અગ્રસેન હોસ્પિટલ વિશે દાવો કર્યો કે, તે ઓક્સિજન નથી લેતી કહે છે કે કોઈ અન્ય હોસ્પિટલને આપી દો, જરૂર નથી. હાઈકોર્ટે તેના જૂઠને પકડી લીધુ. કોર્ટે કહ્યું કે, અમે અત્યારે તમને કસ્ટડીમાં લઈ લેશું.
હાઈકોર્ટે કહ્યું કે, આ હોસ્પિટલોમાં દર્દી મરી રહ્યા છે અને તમે કહો છે કે હોસ્પિટલ કહી રહી છે કે બીજાને આપો કારણ કે અમારે જરૂર નથી. હાઈકોર્ટે સપ્લાયરના દાવા પર શંકા વ્યક્ત કરતા કહ્યું કે, ચોક્કસ પણે તે બ્લેક માર્કેટિંગમાં સામેલ હોઈ શકે છે.
(સંકેત)