1. Home
  2. ગુજરાતી
  3. ગૌરવની ક્ષણ: ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સમાં ગુજરાતે મારી બાજી, મહારાષ્ટ્ર અને ગોવાને પણ પાછળ છોડ્યા
ગૌરવની ક્ષણ: ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સમાં ગુજરાતે મારી બાજી, મહારાષ્ટ્ર અને ગોવાને પણ પાછળ છોડ્યા

ગૌરવની ક્ષણ: ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સમાં ગુજરાતે મારી બાજી, મહારાષ્ટ્ર અને ગોવાને પણ પાછળ છોડ્યા

0
Social Share
  • ગુજરાતે ભરી વિકાસની હરણફાળ
  • હવે ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સમાં ગુજરાત અવ્વલ
  • ગોવા અને મહારાષ્ટ્રને પણ પછાડ્યું

નવી દિલ્હી: ગુજરાત આજે દરેક ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે અને મોટા ભાગના સેક્ટરમાં પણ હવે ગુજરાત ડંકો વગાડી રહ્યું છે. દેશના મોટા ભાગના રાજ્યોમાં સુશાસન વધે અને પ્રજાલક્ષી કામગીરીના વ્યાપનું વિસ્તરણ થાય તે ઉદ્દેશ્ય સાથે મોદી સરકારે ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સની શરૂઆત કરી હતી.

આ વર્ષે ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સ 202021માં ગુજરાત અવ્વલ રહેતા મહારાષ્ટ્ર અને ગોવાને પણ પાછળ રાખી દીધુ છે. ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સ 2020-21માં ગુજરાત નંબર 1 પર આવ્યું છે.

કેન્દ્ર સરકારના ગુડ ગવર્નન્સ રિપોર્ટ અનુસાર આ વર્ષે ગુજરાતે પોતાના પ્રદર્શનમાં 12.3 ટકાનો વધારો કર્યો છે. ગુજરાતે મહારાષ્ટ્ર અને ગોવાને પછાડીને નંબર 1 પર આવ્યું છે.

ગુજરાતે જે સેક્ટર્સમાં પોતાના પરફોર્મન્સને વધુ દમદાર બનાવ્યું છે તેમાં પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સોશિયલ વેલ્ફેર એન્ડ ડેવલપમેન્ટ, જ્યુડિશિયર એન્ડ પબ્લિક સેફ્ટી અને હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ સામેલ છે. કોરોના રોગચાળાનો સમય હોવા છતાં ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સમાં ગુજરાતે પોતાનો દબદબો જાળવી રાખ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code