1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. હવે 4 સપ્તાહ નહીં પરંતુ આટલા મહિના બાદ કોવિશિલ્ડનો બીજો ડોઝ અપાશે

હવે 4 સપ્તાહ નહીં પરંતુ આટલા મહિના બાદ કોવિશિલ્ડનો બીજો ડોઝ અપાશે

0
Social Share
  • દેશમાં ફરી એક વખત કોરોનાનું સંક્રમણ બેકાબૂ બન્યું
  • હવે સરકારે એસ્ટ્રાજેનેકાની વેક્સિનના પહેલા અને બીજા ડોઝ વચ્ચેનું અંતર વધારવાનો નિર્ણય કર્યો
  • કોવિશીલ્ડના બન્ને ડોઝ વચ્ચે હવે ઓછામાં ઓછું 6 થી 8 મહિનાનું અંતર હોવું અનિવાર્ય

નવી દિલ્હી: દેશમાં ફરી એક વખત કોરોના સંક્રમણ વ્યાપક સ્તરે સતત વધી રહ્યું છે ત્યારે બીજી તરફ સરકારે કોરોના રસીકરણ અભિયાનને પણ વેગવાન બનાવ્યું છે. હવે સરકારે એસ્ટ્રાજેનેકાની વેક્સિનના પહેલા અને બીજા ડોઝ વચ્ચેનું અંતર વધારવાનો નિર્ણય કર્યો છે.

કેન્દ્ર સરકાર દ્વારા અપાયેલા આદેશ અનુસાર કોવિશીલ્ડના બન્ને ડોઝ વચ્ચે હવે ઓછામાં ઓછું 6 થી 8 મહિનાનું અંતર હોવું અનિવાર્ય છે. જો કે, હાલ બન્ને વચ્ચે 28 દિવસનું જ અંતર છે. કેન્દ્રએ સ્પષ્ટતા કરી છે કે, આ નિર્ણય કોવેક્સિન માટે લાગૂ નહીં થાય.

આ નિર્ણય રાષ્ટ્રીય તકનિકી સલાહકાર જૂથ ઓન ઇમ્યુનાઇઝેશન અને રસીકરણ નિષ્ણાત જૂથ દ્વારા તાજેતરના સંશોધન બાદ લેવામાં આવ્યો છે, જેનો અમલ રાજ્ય સરકારો કરશે. એવો દાવો કરાયો છે કે જો રસીનો બીજો ડોઝ 6 થી 8 સપ્તાહની વચ્ચે આપવામાં આવે તો તે વધુ અસરકારક સાબિત થઇ શકે છે.

આરોગ્ય મંત્રાલય અનુસાર, છેલ્લા 2 કલાકમાં 43,846 સંક્રમિત નોંધાયા છે, જે 115 દિવસમાં સૌથી વધુ છે.  અગાઉ 26 નવેમ્બરના રોજ એક જ દિવસમાં 43,082 કેસ નોંધાયા હતા. આ દરમિયાન કેન્દ્ર સરકારે હરિદ્રારમાં ચાલી રહેલા કુંભમેળા વિશે ચેતવણી ઉચ્ચારી છે કે અસરગ્રસ્ત રાજ્યોમાંથી આવતા ભક્તોને કારણે સંક્રમણ ઝડપી ગતિએ ફેલાઇ શકે છે.

મંત્રાલય અનુસાર, એક દિવસમાં મળેલા કુલ કેસોમાં મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને મધ્યપ્રદેશનો હિસ્સો 83.14% છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 30535 નવા કેસ નોંધાયા છે, અને અન્ય રાજ્યોમાં પણ કેસો વધી રહ્યા છે.

(સંકેત)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code