1. Home
  2. ગુજરાતી
  3. ISIના કાવતરાનો પર્દાફાશ, ભારતને મોટા પાયે આર્થિક નુકસાન પહોંચાડવાનું હતું ષડયંત્ર
ISIના કાવતરાનો પર્દાફાશ, ભારતને મોટા પાયે આર્થિક નુકસાન પહોંચાડવાનું હતું ષડયંત્ર

ISIના કાવતરાનો પર્દાફાશ, ભારતને મોટા પાયે આર્થિક નુકસાન પહોંચાડવાનું હતું ષડયંત્ર

0
Social Share
  • ISIના મોટા કાવતરાનો પર્દાફાશ
  • ભારતને મોટું આર્થિક નુકસાન પહોંચાડવાનું પણ હતું કાવતરું
  • જો બોમ્બ બ્લાસ્ટ નિષ્ફળ જાત તો ભારતને આર્થિક નુકસાન પહોંચાડવાનું ષડયંત્ર હતું

નવી દિલ્હી: ભારતમાં 26/11 જેવા આતંકી હુમલાને અંજામ આપવું કાવતરું ઘડનારા પકડાયેલા આતંકીઓએ પૂછપરછ દરમિયાન મોટો ખુલાસો કર્યો છે. આરોપીઓને જે રીતે તાલીમ અપાઇ છે તે વિશે વાંચીને તમે પણ અચંબામાં પડી જશો. આતંકીઓએ કહ્યું કે, અમને શીખવાડવામાં આવ્યું હતું કે, જો કોઇ કારણથી બોમ્બ બ્લાસ્ટ નિષ્ફળ જાય તો દેશને મોટું આર્થિક નુકસાન પહોંચાડવા કહ્યું હતું.

આતંકીઓએ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. જે અનુસાર ભારતને આર્થિક નુકસાન પહોંચાડવા માટે જે ટાર્ગેટ સૂચવવામાં આવ્યા હતા તે કોઇપણ મોટી ખાનગી ફેક્ટરી, ખાનગી વેરહાઉસ, મોટા શોરૂમ અને મોટી પ્રખ્યાત દુકાનોને આગ લગાવીને નુકસાન પહોંચાડવાનું હતું. ISIએ ભારતમાં તેમજ અન્ય દેશોના કેટલાક લોકોને જેહાદના નામે છોકરાઓને ટ્રેનિંગ આપવા માટે કોન્ટ્રાક્ટના આધારે મસ્કટમાં રાખ્યા હતા, જેમને દર મહિને પગાર આપવામાં આવતો હતો.

ટ્રેનિંગ દરમિયાન એક શિફ્ટમાં મૌલવી હાજરી આપતા હતા જે ઝીશાન અને ઓસામાને એક ખાસ ધાર્મિક સમુદાય સામે જેહાદ અને અત્યાચારના ભ્રામક વીડિયો બતાવતા હતા. બીજી શિફ્ટમાં હથિયાર ચલાવવાની ટ્રેનિંગ આપવા માટે એક્સપર્ટ આવતા હતા. ત્યારે ત્રીજી શિફ્ટમાં વિસ્ફોટક બનાવવા અને પ્લાન્ટ કરવા માટે યુક્તિઓ શીખવાળવામાં આવતી હતી.

પાક.ની એજન્સી ISIએ મસ્કટના કેટલાક લોકોને સેલેરી પર રાખ્યા છે. જેમનું કામ ટેરર કેમ્પમાં ટ્રેનિંગ માટે આવતા લડવૈયાઓને પાણીના માર્ગે મસ્કટથી પાકિસ્તાન લઇ જવાનું હતું. બોટમાં હંમેશા એક ISI વ્યક્તિ હાજર રહેતો હતો, જે રસ્તામાં પાકિસ્તાન જતા સમયે ત્યાં હાજર રહેલા અધિકારીઓને તમામ હિલચાલની માહિતી આપતો હતો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code