1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. હવે ટૂંક સમયમાં વસ્તુઓની ડ્રોનથી થશે ડિલિવરી, 20 કંપનીઓને ડ્રોન માટે મળી પ્રાયોગિક મંજૂરી
હવે ટૂંક સમયમાં વસ્તુઓની ડ્રોનથી થશે ડિલિવરી, 20 કંપનીઓને ડ્રોન માટે મળી પ્રાયોગિક મંજૂરી

હવે ટૂંક સમયમાં વસ્તુઓની ડ્રોનથી થશે ડિલિવરી, 20 કંપનીઓને ડ્રોન માટે મળી પ્રાયોગિક મંજૂરી

0
Social Share
  • હવે ટૂંક સમયમાં ડ્રોનથી વસ્તુની થઇ શકશે ડિલિવરી
  • નાગરિક ઉડ્ડયન મંત્રાલયે વધુ 7 કંપનીઓને ડ્રોનની લાંબી અવધિ માટેની પ્રાયોગિક મંજૂરી
  • AutoMicroUAS, Centillion Networks, Terradrone, Virginatechvને પણ BVLOSની મંજૂરી

નવી દિલ્હી: ટેક્નોલોજી દિન પ્રતિદીન સતત હરણફાળ ભરી રહી છે અને હવે એ દિવસો પણ દૂર નથી જ્યારે કોઇ ઓનલાઇન કરેલા ઓર્ડરની ડિલિવરી ડ્રોનથી થશે. કારણ કે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે વધુ 7 કંપનીઓને ડ્રોનની લાંબી અવધિ માટેની પ્રાયોગિક મંજૂરી આપી છે. જેમાં ફૂડ ડિલિવરી કંપની સ્વિગી પણ સામેલ છે. સ્વિગી સ્કાયલાર્ક સાથે મળીને આ પ્રયોગ કરી રહી છે. આ સુવિધાથી સમયનો ઘણો બચાવ થશે.

પ્રાપ્ત વિગતો અનુસાર તેલંગાણા સરકાર સાથે મેડિકલ સપ્લાઇ ડિલિવરી પર કામ કરી રહેલી મારુત ડ્રોનટેકને BVLOSની મંજૂરી મળી છે. આ કંપનીએ કોવિડ દરમિયાન ઘણુ કામ કર્યું છે અને અંદાજે તેના 52 ડ્રોન કામે લાગ્યા છે. મારુત ડ્રોનટેક સિવાય AutoMicroUAS, Centillion Networks, Terradrone, Virginatechvને પણ BVLOSની મંજૂરી મળી છે.

ગત વર્ષે 13 કંપનીઓને ડ્રોનથી સપ્લાઈની મંજુરી મળી હતી. આ કંપનીઓ પહેલા સ્પાઈસજેટના ડિલીવરી વિંગ SpiceXpressને પહેલાં જ DGCA દ્વારા મંજુરી આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં કુલ 20 કંપનીઓને આ પ્રકારની મંજુરી મળી ચુકી છે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સ્પાઇસજેટની કાર્ગો યૂનિટ SpiceXpressને ડ્રોન દ્વારા ઇ-કોમર્સ પાર્સ ડિલિવરીની મંજૂરી મેમાં આપી દીધી હતી. આ મંજૂરી બાદ હવે તે ડ્રોનની મદદથી ઇ-કોમર્સ પાર્સલ, મેડિકલ, ફાર્મા તેમજ અન્ય જરૂરી વસ્તુઓની સપ્લાઇ કરી શકશે. દૂરના વિસ્તારોમાં પણ વસ્તુને પહોંચાડવામાં ડ્રોન ખૂબજ ફાયદાકારક સાબિત થશે.

જાણો BVLOS વિશે

ડ્રોન ઈન્ડસ્ટ્રી ક્ષેત્રમાં BVLOS ઘણી ચર્ચા સાંભળવા મળે છે. દુનિયાભરના ઘણાં દેશો તેને લઈને પોતાની ડ્રોન પોલીસીમાં સંશોધન કરતા રહ્યાં છે જેથી માનવરહિત એરિયલ વ્હિકલ્સ(UAV’s)ને વધારે દક્ષતા સાથે ઉડાવી શકાય. BVLOS ફ્લાઈટ્સને વિઝ્યૂઅલ રેંજની આગળ પર ઉડાવી શકાય છે. સાથે જ તેનાથી ડ્રોનને વધારે અંતર કાપવામાં મદદ મળે છે. તેને ઘણી રીતે ઉપયોગમાં લઈ શકાય છે અને તે ઘણું જ વ્યાજબી છે.

(સંકેત)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code