1. Home
  2. ગુજરાતી
  3. 75th Independence Day: PM મોદીએ કહ્યુંઃ દરેક જગ્યાએ ભારતનો સમય છે અને ભારતના ભાગ્યનો સમય છે
75th Independence Day: PM મોદીએ કહ્યુંઃ દરેક જગ્યાએ ભારતનો સમય છે અને ભારતના ભાગ્યનો સમય છે

75th Independence Day: PM મોદીએ કહ્યુંઃ દરેક જગ્યાએ ભારતનો સમય છે અને ભારતના ભાગ્યનો સમય છે

0
Social Share
  • આજે સમગ્ર ભારતમાં થઇ રહી છે 75માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી
  • પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો
  • કહ્યું – આજની પેઢી કેન ડુ જનરેશન છે

નવી દિલ્હી: આજે ભારતનો 75મો સ્વાતંત્ર્ય દિવસ છે ત્યારે પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ પીએમ મોદીએ કહ્યું હતું કે, આજે લેવાયેલા સંકલ્પનું વર્ણન વર્ષ 2047ના સ્વાતંત્ર્ય દિવસે જે કોઇ વડાપ્રધાન રાષ્ટ્રધ્વ ફરકાવશે તે વર્ણાવશે. આજની પેઢી કેન ડુ જનરેશન છે. પાછલા વર્ષોમાં ભારતે જે પણ નિર્ણયો લીધા છે તેનાથી ભારત બદલાયું છે તે પ્રતિત થાય છે. આગામી વર્ષોમાં દેશના દરેક ગામને આંતર માળખાકીય સવલતો પૂરી પાડવા માટે સરકાર પ્રતિબદ્વ છે.

પીએમ મોદીના સંબોધનના અંશો

આ સમય વિજય તરફ આગળ વધવાનો છે. આ સમય છે સાચો સમય છે ભારતનો અનમોલ સમય છે. અસંખ્ય ભૂજાઓની શક્તિ છે. દરેક જગ્યાએ ભારતનો સમય છે. ભારતના ભાગ્યનો સમય છે.

ભારત વેક્સિન મામલે આત્મનિર્ભર બન્યું

વિચારો જો ભારતની પાસે પોતાની વેક્સીન ન હોત તો શું થાત, પોલિયોની વેક્સીન ભારતને મળવામાં કેટલો સમય લાગ્યો હતો. પરંતુ આજે આપણને ગર્વ છે કે સૌથી મોટું રસીકરણ અભિયાન ભારતમાં ચાલી રહ્યું છે. 54 કરોડથી વધુ લોકોને વેક્સીન આપવામાં આવી ચૂકી છે. કોવિન જેવી ઓનલાઇન વ્યવસ્થા, ડિજિટલ સર્ટીફિકેટની વ્યવસ્થાએ સૌને આકર્ષીત કર્યા. ભારતમાં જે રીતે 80 કરોડ લોકોને મફત અનાજ આપીને ગરીબનો ચૂલો ચાલતો રહ્યો, તે ઘણી મોટી વાત છે.

આજનો દિવસ એટલા માટે પણ ખાસ છે કારણ કે લાલ કિલ્લા પર પ્રથમવાર પુષ્પવર્ષા કરવામાં આવી. સાથે દેશ આઝાદીની 75મી વર્ષગાંઠને આઝાદીનો અમૃત મહોત્સવ તરીકે ઉજવી રહ્યો છે. મહત્વનું છે કે પ્રધાનમંત્રી મોદી ભારતની આઝાદીના 75માં વર્ષની ઉજવણી કરવા માટે માર્ચ 2021માં અમદાવાદના સાબરમતી આશ્રમથી આઝાદીનો અમૃત મહોત્વસ કાર્યક્રમની શરૂઆત કરી હતી, જે 15 ઓગસ્ટ 2023 સુધી જારી રહેશે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સુરક્ષાની સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે. પ્રધાનમંત્રી પહેલા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સમાધિ રાજઘાટ પર ફૂલ ચઢાવ્યા અને પછી લાલ કિલ્લા પર પહોંચ્યા હતા. પીએમ મોદીએ લાલ કિલ્લા પર ધ્વજવંદન કર્યુ અને દેશને સંબોધિત કરી રહ્યાં છે. જશ્ન-એ-આઝાદીના તમામ અપડેટ મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો..

પાછલા વર્ષોમાં ભારતે લીધેલા કેટલાક ઐતિહાસિક નિર્ણયોથી વિશ્વને બતાવ્યુ છે કે ભારત બદલાયુ છે.  370 કલમ, વેન રેન્ક વન પેન્શન, રામ જન્મભૂમિ, જમ્મુ કાશ્મીરમાં પહેલીવાર પંચાયત ચૂંટણી સહીતના અનેક નિર્ણયો લેવાયા.  વિદેશી મુદ્રા ભંડાર ઐતિહાસિક સ્તરે છે, સર્જીકલ અને એર સ્ટ્રાઈક દ્વારા વિશ્વને ભારતની શક્તિનો પરીચય કરાવીને જણાવ્યુ છે કે ભારત બદલાયુ છે. તે સાબિત કરી દર્શાવ્યુ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કરતા કહ્યુ કે, સૌનો સાથ સૌનો વિકાસ એ સૂત્રની સાથે સૌ જોડાઈ ગયા છીએ પણ આજે આહવાન કરુ છુ. સબ કા સાથ સબકા વિકાસ, સબ કા વિશ્વાસ અને હવે સબકા પ્રયાસ થકી આપણે નિર્ધારેલ લક્ષ્યાંકે પહોચવા જરૂરી છે.

આજના યુવા કેન ડુ જનરેશન છે. તમામ લક્ષ્યાંકો પ્રાપ્ત કરી શકે છે. 2047 આઝાદીના 100 વર્ષે જે કોઈ વડાપ્રધાન હશે તે સિધ્ધિઓનુ વર્ણન કરશે તે સિધ્ધિ એ હશે જે આજે સંકલ્પ કરાઈ રહ્યા છે. આ સમય છે સહિયારુ સ્વપ્ન જોવાનો. તેને સફળ કરવા પ્રયાસ કરવાનો અને આ એ સમય છે વિજય તરફ આગળ વધવાનો. આ સમય છે સાચો સમય છે ભારતનો અનમોલ સમય છે. અસંખ્ય ભૂજાઓની શક્તિ છે. દરેક જગ્યાએ ભારતનો સમય છે. ભારતના ભાગ્યનો સમય છે. તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યુ હતુ.

ભારતનો અનમોલ સમય, લાલ કિલ્લા પરથી વડાપ્રધાને વાંચી કવિતા

યહી સમય હૈ સહી સમય હૈ
ભારતકા અનમોલ સમય હૈ

અસંખ્ય ભુજાઓકી શક્તિ હૈ
હર તરફ દેશકી ભક્તિ હૈ

તુમ ઉઠો ત્રિરંગા લહેરા દો
ભારત કા ભાગ્ય કો ફહરા દો

યહી સમય હૈ સહી સમય હૈ
ભારતકા અનમોલ સમય હૈ

કુછ એસા નહી જો કર ના શકો
કુછ એસા નહી જો પા ના શકો

તુમ ઉઠ જાઓ, તુમ જુટ જાઓ

સામર્થ્ય કો અપને પહેચાનો

કર્તવ્ય કો અપને સબ જાનો

યહી સમય હૈ સહી સમય હૈ
ભારતકા અનમોલ સમય હૈ

પીએમ મોદીએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો.

વડાપ્રધાને સૌને અપિલ કરી હતી કે, આપણે પણ કેટલુક ધ્યાન રાખવુ પડશે, સહિયારા પ્રયાસ વડે જ આપણા લક્ષ્યાંકો સિદ્ધ કરી શકાશે. આપણે અધિકારોને મહત્વ આપી રહ્યા છીએ. સંકલ્પનુ બીડુ ઉપાડવા માટે દરેક લોકોએ જોડાવવુ પડશે. જળ સરક્ષણનુ અભિયાન શરૂ કરાયુ છે. પાણી બચાવવાને આપણી આદત સાથે જોડવાનુ છે. લોકલ ફોર વોકલનુ અભિયાન શરુ કર્યુ છે તો વધુને વધુ લોકો સ્થાનિક ઉત્પાદનને ખરીદે, પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવે, સિંગલ યુઝ ચીજવસ્તુઓ ના ખરીદે, નદીઓને સ્વચ્છ રાખે.

75માં સ્વાતંત્ર્ય દિવસ પર પીએમ મોદીએ દરેક દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code