1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. દેશમાં ઓક્સિજનની ઉપલબ્ધતાને લઇને PM મોદીએ સમીક્ષા બેઠક કરી, આ નિર્દેશ આપ્યા
દેશમાં ઓક્સિજનની ઉપલબ્ધતાને લઇને PM મોદીએ સમીક્ષા બેઠક કરી, આ નિર્દેશ આપ્યા

દેશમાં ઓક્સિજનની ઉપલબ્ધતાને લઇને PM મોદીએ સમીક્ષા બેઠક કરી, આ નિર્દેશ આપ્યા

0
Social Share
  • પીએમ મોદીએ દેશમાં ઓક્સિજનની ઉપલબ્ધતાને લઇને કરી સમીક્ષા બેઠક
  • આ બેઠકમાં પીએમ મોદીએ અધિકારીઓના આપ્યા નિર્દેશ
  • દેશની કોઇપણ હોસ્પિટલમાં ઓક્સિજનની અછત ના વર્તાવી જોઇએ

નવી દિલ્હી: કેબિનેટ વિસ્તરણ બાદ પીએમ મોદી ફરીથી એક્શનમાં આવ્યા છે. દેશમાં સારવાર માટે ઓક્સિજનની ઉપલબ્ધતાને લઇને પીએમ મોદીએ સમીક્ષા બેઠક કરી હતી. આજે સવારે પીએમ મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ઓક્સિજનની ઉપલબ્ધતા સુનિશ્વિત કરવા માટે ગઠિત કરાયેલી ટાસ્ક ફોર્સના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

સૂત્રોનુસાર, બેઠકમાં હાજર રહેલા અધિકારીઓએ પીએમ સામે ઓક્સિજનની વ્યવસ્થા ઉપર પણ પ્રેઝન્ટેશન આપ્યું હતું. પીએમ મોદીએ કોરોનાના પડકારથી સતત અલર્ટ રહેવાના નિર્દેશ આપ્યા.

પીએમ મોદીએ કહ્યું હતું કે ભલે હાલના સમયમાં કોરોના મહામારી પર નિયંત્રણ છે પરંતુ બેદરકાર બનવાનું નથી. દેશની કોઇ પણ હોસ્પિટલમાં ઓક્સિજનની કમી વર્તાવી જોઇએ નહીં.

તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, ઓક્સિજન પ્લાન્ટની દેખરેખ તેમજ ઑપરેશન માટે હોસ્પિટલ સ્ટાફને પણ ટ્રેનિંગ સુનિશ્વિત કરવામાં આવે. ઓક્સિજન પ્લાન્ટનું પરફોર્મન્સ ટ્રેક કરવા માટે એડવાન્સ ટેક્નોલોજી IoTનો ઉપયોગ કરવો જોઇએ.

દેશમાં 1500થી વધુ ઓક્સિજન પ્લાન્ટ બનવા જઇ રહ્યા છે. પીએમ કેર્સ ફંડની મદદથી 4 લાખ ઓક્સિજન બેડ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code