
- ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુગે તિરંગો ફરકાવ્યો
- તેમણે 5 ઑગસ્ટના દિવસને ઐતિહાસિક ગણાવ્યો
- 370ની નાબૂદીથી આતંકવાદ બેકફૂટ પર: તરુણ ચુગી
નવી દિલ્હી: 5 ઑગસ્ટના પ્રસંગે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અને જમ્મૂ કાશ્મીરના પ્રભારી તરુણ ચુગે તિરંગો ફરકાવ્યો હતો. આ દરમિયાન તરુણ ચુગે મહેબૂબા મુફ્તી તેમજ અબ્દુલ્લા પરિવાર પર નિશાન સાધ્યું હતું. તેમણે 5 ઑગસ્ટના દિવસને ઐતિહાસિક ગણાવ્યો હતો.
આ અવસરે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુગે કહ્યું હતું કે, કલમ 370 નાબૂદ કર્યા બાગદ વિભાજન અને આતંકવાદી દળોને મોટો આંચકો લાગ્યો છે. તે એક મોટી સિદ્વિ કહી શકાય. આતંકીઓની નિષ્ફળતાને કારણે આ વિસ્તારમાં વિકાસ તેમજ પ્રગતિનો માર્ગ મોકળો બન્યો છે. જેનાથી લોકોમાં નવી આશાનો સંચાર થયો છે.
ઘણા દાયકાઓ બાદ પાકિસ્તાન પ્રયોજીત આતંકવાદ પાછા પગ કરી રહ્યું છે. લોકો રાહતનો શ્વાસ લઇ રહ્યા છે. લોકોમાં રાષ્ટ્રવિરોધી ભાવનાઓને વિકાસ અને પ્રગતિના સમાવિષ્ટ વિચારો દ્વારા બદલવામાં આવી છે. આરોગ્ય અને શિક્ષણ માળખામાં પણ નોંધપાત્ર સુધારો થયો છે.
ગુરુવારે પીએમ મોદીએ કહ્યું કે આ તારીખે કલમ 370 ની જોગવાઈઓને નાબૂદ કરીને જમ્મુ -કાશ્મીરના દરેક નાગરિકને દરેક અધિકાર અને દરેક સુવિધામાં સંપૂર્ણ સહભાગી બનાવવામાં આવ્યા હતા.
ગુપકાર ગઠબંધને (PAGD) નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લાના નિવાસસ્થાને જમ્મુ -કાશ્મીરમાં વિકસતી પરિસ્થિતિનો તાગ મેળવવા માટે એક બેઠક યોજી હતી.