Nationalગુજરાતી

કોરોના વેક્સિનેશન અભિયાન વચ્ચે સ્વાસ્થ્ય મંત્રાલયે સ્થગિત કર્યું પોલિયો અભિયાન

  • સમગ્ર દેશમાં 16મી જાન્યુઆરીથી કોરોના વેક્સિનેશન અભિયાન શરૂ થશે
  • કોરોના વેક્સિનેશન અભિયાનને કારણે પોલિયો અભિયાનને સ્થગિત કરાયું
  • સ્વાસ્થ્ય મંત્રાલયે પોલિયો અભિયાનને આગલા આદેશ સુધી સ્થગિત કર્યું

નવી દિલ્હી: સમગ્ર દેશ કોરોના મહામારી સામે લડી રહ્યો છે ત્યારે આગામી 16મી જાન્યુઆરીથી દેશમાં કોરના વેક્સિનેશન અભિયાન શરૂ થવા જઇ રહ્યું છે. જેની અસર હવે દેશમાં ચાલતા અન્ય રસીકરણ અભિયાનો પર પડી રહી છે. કોરોના વેક્સિનેશન અભિયાનને કારણે સ્વાસ્થ્ય મંત્રાલયે પોલિયો અભિયાનને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. 17 જાન્યુઆરીએ દેશભરમાં પોલિયો રસીકરણ દિવસની ઉજવણી થવાની હતી, જેને આગલા આદેશ સુધી સ્થગિત કરવામાં આવ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આ માહિતી આપવામાં આવી હતી.

આ અંગે સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, આકસ્મિક ગતિવિધિઓના પગલે પોલિયો અભિયાન સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે. પોલિયો અભિયાન માટે જે ટીમ કામ કરે છે તે ટીમો હવે કોરોના વેક્સિનેશન અભિયાન માટે કામ કરશે.

આપને જણાવી દઇએ કે ભારતમાં મોટા પાયે પોલિયો રસીકરણ અભિયાન થતું હોય છે. જેના કારણે 27 માર્ચ 2014ના દિવસે જ ભારત પોલિયો મુક્ત બન્યું હતું. ત્યારબાદ સાવધાની તેમજ સતર્કતાના ભાગરૂપે પોલિયો રસીકરણ શરૂ રાખવામાં આવ્યું છે. જેથી ભાવિમાં કોઇ બાળક પોલિયોનો શિકાર ના બને.

નોંધનીય છે કે, દર વર્ષે લાખો બાળકોને પોલિયોની રસી આપવામાં આવે છે. ભારત વિશ્વનું સૌથી મોટું પોલિયો અભિયાન ચલાવે છે. ત્યારે હાલ પુરતી તેના પર રોક લગાવાઇ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આગલા આદેશ સુધી અભિયાનને સ્થગિત રાખવામાં આવ્યું છે.

(સંકેત)

Related posts
Nationalગુજરાતી

અત્યારસુધી 6.31 લાખ કોરોના વોરિયર્સને અપાઇ રસી, માત્ર 600 લોકોને આડઅસર

કોરોના વેક્સિનેશન અભિયાના પ્રથમ ચરણનો આજે છઠ્ઠો દિવસ અત્યારસુધી કુલ 6.31 લાખ કોરોના વોરિયર્સને વેક્સિન આપવામાં આવી છે તેમાંથી માત્ર 600 લોકોને…
Nationalગુજરાતી

કૃષિ કાયદાનો અમલ દોઢ વર્ષ મોકૂફ રાખવા સરકારનો પ્રસ્તાવ

કૃષિ કાયદાને દોઢ વર્ષ મોકૂફ રાખવાનો કેન્દ્રનો પ્રસ્તાવ જો કે ખેડૂતોએ કહ્યું કે અમે અન્ય સંગઠનો સાથે ચર્ચા વિચારણા કરીશું આગામી બેઠક…
Nationalગુજરાતી

મધ્યપ્રદેશમાં 3 હજાર કરોડનું ઇ-ટેન્ડર મની લોન્ડરિંગ કૌભાંડનો પર્દાફાશ: 2ની ધરપકડ

ભારતમાં કૌંભાડો હવે સામાન્ય બન્યા મધ્યપ્રદેશમાં 3 હજાર કરોડના ઇ-ટેન્ડર મની લોન્ડરિંગ કૌંભાડનો પર્દાફાશ આ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે 2 લોકોની કરી ધરપકડ…

Leave a Reply