
- કોલકાત્તામાં પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સની મોટી કાર્યવાહી
- ટાસ્ક ફોર્સે કોલકાત્તામાંથી જમાત-ઉલ-મુજાહીદ્દીન બાંગ્લાદેશના ત્રણ શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરી
- STFએ શંકાસ્પદોની પાસેથી હથિયારો પણ જપ્ત કર્યા છે
નવી દિલ્હી: કોલકાત્તા પોલીસે મોટા એક્શન લીધા છે. કોલકાત્તા પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સે કોલકાત્તામાંથી જમાત-ઉલ-મુજાહીદ્દીન બાંગ્લાદેશના ત્રણ શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરી છે. STFએ શંકાસ્પદોની પાસેથી હથિયારો પણ જપ્ત કર્યા છે. ધરપકડ કરાયેલા શંકાસ્પદોના નામ નઝીઉર્રહમાન, શબ્બીર અને રેજોલ છે.
આ ત્રણેય શંકાસ્પદોની દક્ષિણ કોલકાત્તાના હરિદેવપુરથી ધરપકડ કરવામાં આવી છે તેવું પોલીસે જણાવ્યું હતું. કોલકાત્તા પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સને જાણકારીના આધાર પર આતંકીઓને દબોચવામાં સફળતા પ્રાપ્ત થઇ છે.
જાણવા મળી રહ્યું છે કે શંકાસ્પદ જેએમબી આતંકવાદી અહીં ભાડાના મકાનમાં છેલ્લા કેટલાક મહિનાથી રહેતા હતા. વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, વિસ્તારમાં આતંકીઓની હાજરીના ઇનપુટ મળ્યા હતા. અધિકારીએ કહ્યું કે, અમે ઘટનાની તપાસ કરી રહ્યાં છીએ અને આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ હજુ શરૂઆતી તબક્કામાં છે.