1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. યુપી ધર્માતંરણ કેસનું ફોરેન કનેક્શન: ઉમર ગૌતમને હવાલાથી મળ્યા હતા 1.5 કરોડ રૂપિયા
યુપી ધર્માતંરણ કેસનું ફોરેન કનેક્શન: ઉમર ગૌતમને હવાલાથી મળ્યા હતા 1.5 કરોડ રૂપિયા

યુપી ધર્માતંરણ કેસનું ફોરેન કનેક્શન: ઉમર ગૌતમને હવાલાથી મળ્યા હતા 1.5 કરોડ રૂપિયા

0
Social Share
  • યુપીના ધર્માંતરણ કિસ્સાની વિદેશી લિંક
  • ઉમર ગૌતમ ઝાકિર નાઇકના સહયોગીને મળ્યો હતો
  • હવાલાથી મળ્યા હતા 1.5 કરોડ રૂપિયા

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશમાં થોડાક દિવસ પહેલા સૌથી મોટા ધર્માંતરણ કૌભાંડનો પર્દાફાશ કરાયો હતો. હજુ પણ દરરોજ ધર્મ પરિવર્તનને લઇને નવા ખુલાસાઓ થઇ રહ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યોમાં થઇ રહેલા ધર્મ પરિવર્તનના કેસમાં પણ વિદેશી માસ્ટરમાઇન્ડનું કનેક્શન સામે આવ્યું છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર ઉમર ગૌતમના ઇસ્લામિક દાવા સેન્ટરના તાર કતારના સૌથી મોટા ધર્મ પરિવર્તન કરાવતા ઇન્ટરનેશનલ માસ્ટરમાઇન્ડ બિલાલ ફિલિપ સાથે જોડાયેલા છે. બિલાલ ફિલિપ ભારતના ભાગેડૂ ઝાકિર નાઇકનો સહયોગી રહી ચૂક્યો છે. ઉમર ગૌતમ વર્ષ 2006માં દોહા ખાતે ઝાકિર નાઇકના સહયોગી બિલાલ ફિલિપને મળ્યો હતો.

ઉમર ગૌતમ પીએફઆઈ, જમાત-એ-ઈસ્લામી હિંદ, તબલિગી જમાત ઉપરાંત વહદાત-એ-ઈસ્લામી સાથે સંબંધ ધરાવતો હોવાનું પણ સામે આવ્યું છે અને તપાસ એજન્સીઓ તે અંગે વિસ્તૃત તપાસ કરી રહી છે. એક અહેવાલ પ્રમાણે વિદેશમાં બેઠેલા ધર્મ પરિવર્તનના માસ્ટરમાઈન્ડ બિલાલ ફિલિપે એક ડઝન કરતા પણ વધારે ભારતીયોને આઈએસમાં રેડિકલાઈઝેશન કરીને ઓનલાઈન ભરતી કર્યા હતા.

ઉમર ગૌતમને હવાલા દ્વારા વિદેશોથી ફન્ડિંગ પહોંચાડવામાં આવી રહ્યું હતું. હવાલા દ્વારા ગલ્ફ રૂટથી ઉમર સુધી પૈસા મોકલવામાં આવી રહ્યા હતા. ઉમર ગૌતમના HSBC એકાઉન્ટમાં 1.5 કરોડ રૂપિયા હવાલા દ્વારા આવ્યા હતા. પૈસા ગલ્ફ રૂટથી ઉમર ગૌતમ સુધી ચાંદની ચોકના હવાલા રેકેટ દ્વારા પહોંચ્યા હતા. આ પેસા કતાર, દુબઈ, કુવૈત અને તુર્કી દ્વારા ઉમર સુધી પહોંચતા હતા.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code