1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. આખરે પતિ રાજ કુંદ્રાના વિવાદ પર શિલ્પા શેટ્ટીએ મૌન તોડ્યું, જાણો પોતાના સત્તાવાર નિવેદનમાં શું કહ્યું?
આખરે પતિ રાજ કુંદ્રાના વિવાદ પર શિલ્પા શેટ્ટીએ મૌન તોડ્યું, જાણો પોતાના સત્તાવાર નિવેદનમાં શું કહ્યું?

આખરે પતિ રાજ કુંદ્રાના વિવાદ પર શિલ્પા શેટ્ટીએ મૌન તોડ્યું, જાણો પોતાના સત્તાવાર નિવેદનમાં શું કહ્યું?

0
Social Share
  • પતિ રાજ કુંદ્રાના વિવાદ પર શિલ્પા શેટ્ટીએ તોડ્યું મૌન
  • મે આ મામલા પર કોઇ ટિપ્પણી કરી નથી કે કરીશ પણ નહીં
  • મને મુંબઇ પોલીસ અને દેશની ન્યાયપાલિકા પર સંપૂર્ણ વિશ્વાસ છે

મુંબઇ: પોર્ન ફિલ્મોનું નિર્માણ અને તેને પ્રકાશિત કરવાના આરોપસર હાલમાં શિલ્પા શેટ્ટીનો પતિ અને બિઝનેસમેન રાજ કુંદ્રા જેલમાં છે. આટલા દિવસો બાદ હવે આ વિવાદ પર શિલ્પા શેટ્ટીએ પ્રથમવાર મૌન તોડ્યું છે. શિલ્પા શેટ્ટીએ નિવેદન જારી કર્યું છે.

અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ નિવેદન જારી કરતા લખ્યું છે કે, મેં આ મામલા પર અત્યાર સુધી કોઇ ટિપ્પણી કરી નથી, આગળ પણ કરીશ નહીં. તેનું કારણ આ કેસ કોર્ટમાં છે. હા, છેલ્લા કેટલાક દિવસ મારા માટે પડકારજનક રહ્યા છે. મારા અને મારા પરિવારજનો પર આરોપ લાગ્યા છે. મને ટ્રોલ પણ કરવામાં આવી છે. માત્ર મને જ નહીં, પરંતુ મારા પરિવારજનોને પણ ઘસેડવામાં આવ્યા છે. મે આ મામલા પર હજુ સુધી કોઇ ટિપ્પણી કરી નથી, આગળ પણ કરીશ નહીં. તમે લોકો મારા વિરુદ્વ ખોટા અને અધૂરી માહિતી પરથી કોટ કરવાનું બંધ કરો.

અભિનેત્રીએ વધુમાં લખ્યું છે કે, મારી ફિલોસોફી છે તે છે કે કોઇને કંપ્લેન ના કરો, કોઇને એક્સ્પેલન ના કરો.

અભિનેત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, તેને સંપૂર્ણ વિશ્વાસ છે કે, આ મામલામાં નિષ્પક્ષ તપાસ થશે. હું માત્ર એટલું કહેવા ઇચ્છું છું કે આ મામલાની તપાસ ચાલી રહી છે અને મને મુંબઇ પોલીસ તથા આપણી ન્યાયપાલિકા પર સંપૂર્ણપણે વિશ્વાસ છે.

પોતાના નિવેદનમાં આગળ શિલ્પાએ અપીલ કરી છે કે, મેં એક માં હોવાના નાતે મારા બાળકોની પ્રાઇવસી માટે વિનંતી કરું છું. અમારા વિશે કોઇ સમાચાર વેરિફાઇ કર્યા વગર છાપો નહીં.

અભિનેત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, તે ભારતની નાગરિક છે અને તમામ કાયદાનું પ્રામાણિકતાથી પાલન કરે છે. તે 29 વર્ષથી બોલિવૂડમાં મહેનતથી કામ કરી રહી છે. લોકો તેના પર વિશ્વાસ કરે છે અને કોઇને પણ નિરાશ કરશે નહીં.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code