- વાહનચાલકો માટે મહત્વના સમાચાર
- એપ્રિલ 2022 થી 15 વર્ષ જૂની કાર અને ભારે વાહનો માટે રજીસ્ટ્રેશન રિન્યુઅલ માટે 8 ગણી વધારે ફી ચૂકવવી પડશે
- કેન્દ્રીય માર્ગ, પરિવહન અને હાઇવે મંત્રાલયે એક નોટિફિકેશન બહાર પાડીને આ જાહેરાત કરી
નવી દિલ્હી: વાહનચાલકો માટે મહત્વના સમાચાર છે. એપ્રિલ 2022 થી 15 વર્ષ જૂની કાર અને ભારે વાહનો માટે રજીસ્ટ્રેશન રિન્યુઅલ માટે 8 ગણી વધારે ફી ચૂકવવી પડશે.
કેન્દ્રીય માર્ગ, પરિવહન અને હાઇવે મંત્રાલયે એક નોટિફિકેશન બહાર પાડીને આ જાહેરાત કરી હતી. નોટિફિકેશન અનુસાર, કારની ઉપરાંત 15 વર્ષ જૂની ટ્રક અને બસોની નોંધણી માટે પણ માલિકોએ 8 ગણી વધારે ફી ચૂકવવી પડશે. જો કે દિલ્હી ને તેની આસપાસના વિસ્તારોમાં આ નિયમ લાગૂ નહીં પડે કારણ કે આ વિસ્તારોમાં પહેલેથી જ ડીઝલથી સંચાલિત 10 વર્ષ જૂના અને પેટ્રોલથી ચાલતા 15 વર્ષ જૂના વાહનો પર પ્રતિબંધ મૂકી દેવાયો છે.
એપ્રિલ 2022થી જૂના બાઇકની નોંધણી માટે 300 ને બદલે 1000 રૂપિયાની ફી ચૂકવવી પડશે. 15 વર્ષ જૂના વાહનોની નોંધણી કરવામાં વિલંબ થવાના કિસ્સામાં દર મહિને 300 રૂપિયા અને કર્મશિયલ વાહનોના કિસ્સામાં 500 રૂપિયાનો દંડ થશે.
ખાનગી વાહનોના કિસ્સામાં માલિકોએ 15 વર્ષ બાદ દર 5 વર્ષે રજિસ્ટ્ર્શેન રિન્યુઅલ કરાવી દેવું પડશે. એ જ રીતે કર્મશિયલ વાહન 8 વર્ષ જુનું થાય તે પછી દર વર્ષે ફિટનેશ સર્ટિફિકેટ રિન્યુઅલ ફરજિયાત લેવું પડશે. રજિસ્ટ્રેશન અને ફિટનેસ સર્ટિફિકેટ્સના નવીકરણમાં વધારો કરવાનો હેતુ લોકોને તેમના જૂના વાહનો રાખવાથી નિરાશ કરવાનો છે.
ખાનગી વાહનોના કિસ્સામાં, માલિકોએ 15 વર્ષ પછી દર 5 વર્ષે રજિસ્ટ્રેશન રિન્યુ કરાવવાની જરૂર છે. સૂચનામાં વાહનોના મેન્યુઅલ અને ઓટોમેટેડ ફિટનેસ ટેસ્ટ માટેની ફી પણ સ્પષ્ટ કરવામાં આવી છે. સરકારનું લક્ષ્ય ફિટનેસ ટેસ્ટની મેન્યુઅલ સિસ્ટમને દૂર કરવાનું છે, જે હેરાફેરી અથવા હેરાફેરી કરી શકે છે.