1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતઃ વાયબ્રન્ટ સમિટ 2022માં ઈઝરાઈલને સહભાગી થવા મુખ્યમંત્રીએ આપ્યું નિમંત્રણ
ગુજરાતઃ વાયબ્રન્ટ સમિટ 2022માં ઈઝરાઈલને સહભાગી થવા મુખ્યમંત્રીએ આપ્યું નિમંત્રણ

ગુજરાતઃ વાયબ્રન્ટ સમિટ 2022માં ઈઝરાઈલને સહભાગી થવા મુખ્યમંત્રીએ આપ્યું નિમંત્રણ

0
Social Share

અમદાવાદઃ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુંબઇ સ્થિત ઇઝરાયલી કોન્સ્યુલ જનરલ કોબ્બી શોષાનીએ સૌજન્ય મુલાકાત લીધી હતી. ઇઝરાયલના કોન્સ્યુલ જનરલે ભારત સાથેના ઇઝરાયલના સંબંધોની ભૂમિકા આપતાં ભારતની યુવાશક્તિ-યંગ જનરેશનની તજજ્ઞતા-ઉત્સુકતા અને ઇઝરાયલના ટેકનોલોજીના વિનિયોગથી સેન્ટર ઓફ એકસલન્સીસ, ડ્રોન ટેકનોલોજી, સાયબર ઇસ્યુઝ, ડિસેલીનેશન પ્લાન્ટ અને વોટર મેનેજમેન્ટ ક્ષેત્રે પરસ્પર સહયોગથી જે ઉત્કૃષ્ટતા મેળવી છે તેની પ્રસંશા કરી હતી.

કોબ્બી શોષાનીએ જણાવ્યું હતું કે, ઇઝરાયલ ગુજરાત કો-ઓપરેશન, કો-ઓર્ડીનેશન અને મિચ્યુઅલ પાર્ટનરશીપથી આગળ વધી શકે તેમ છે. તેમણે કોરોનાના કપરાકાળમાં ભારતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિશ્વના દેશોને વેક્સિન પહોચાડવાનો જે માનવતાવાદી અને બંધુત્વ ભાવ પ્રેરિત પ્રયોગ કર્યો છે તેની પણ સરાહના કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇઝરાયલ કોન્સ્યુલેટ જનરલની ગુજરાતની આ પ્રથમ મુલાકાતથી દ્વિપક્ષી સંબંધોને નવી દિશા મળશે તેવી અપેક્ષા વ્યકત કરી હતી. મુખ્યમંત્રીએ જળવ્યવસ્થાપન-વોટર મેનેજમેન્ટ અને સાયબર સિકયુરિટીની ઇઝરાયલની એકસપર્ટીઝનો ગુજરાતને લાભ મળે તે માટેની તત્પરતા પણ દર્શાવી હતી. ભૂપેન્દ્ર પટેલે આઇ-ક્રિયેટના સેન્ટર ઓફ એકસલન્સ, વેજિટેબલ અને ખારેક-ખજૂર માટેના રિસર્ચ અને સેન્ટર ઓફ એકસલન્સમાં ઇઝરાયલનો જે સહયોગ મળ્યો છે તેમજ ડિસેલીનેશન પ્લાન્ટસની ઇઝરાયલ પેટ્રનનો લાભ પણ ગુજરાતને મળ્યો છે તે માટે આભાર વ્યકત કર્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇઝરાયલ કોન્સ્યુલ જનરલ સાથેની વાતચીતમાં એમ પણ ઉમેર્યુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌને સાથે રાખીને કઇ રીતે વિકાસ સાધી શકાય તેનું દર્શન સૌના સાથ-સૌના વિકાસ-સૌના વિશ્વાસના મંત્રથી દુનિયાને કરાવ્યું છે.  મુખ્યમંત્રીએ આગામી વાયબ્રન્ટ સમિટ ર૦રરમાં ઇઝરાયલ સહભાગી થવાનું નિમંત્રણ આપ્યું હતું. મુખ્યમંત્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટિની પ્રતિકૃતિ ઇઝરાયલ કોન્સ્યુલ જનરલને સ્મૃતિ ભેટ રૂપે અર્પણ કરી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code