
ઉત્તરાખંડ ચૂંટણી: ભાજપે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, CM પુષ્કર સિંહ ખાતિમા બેઠક પરથી લડશે ચૂંટણી
- ઉત્તરપ્રદેશ બાદ ઉત્તરાખંડ ચૂંટણી માટે ભાજપે યાદી જાહેર કરી
- ભાજપે રાજ્યની 70 બેઠકોમાંથી 59 બેઠકોની જાહેરાત કરી છે
- રાજ્યના સીએમ પુષ્કર સિંહ ધામી ખાતિમા બેઠક પરથી ચૂંટણી લડશે
નવી દિલ્હી: ઉત્તરપ્રદેશ બાદ હવે ભાજપે ઉત્તરાખંડ ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહે બીજેપીના દિલ્હી મુખ્યાલય ખાતે યાદી બહાર પાડી હતી. ભાજપે રાજ્યની 70 બેઠકોમાંથી 59 બેઠકોની જાહેરાત કરી છે અને બે દિવસ પહેલા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાતા ભાજપે નૈનીતાલ બેઠક પરથી મહિલા કોંગ્રેસ અધ્યક્ષ સરિતા આર્યને ટિકિટ આપી છે. બીજી તરફ, રાજ્યના સીએમ પુષ્કર સિંહ ધામી ખાતિમા બેઠક પરથી ચૂંટણી લડશે જ્યારે રાજ્યના કેબિનેટ મંત્રી સતપાલ મહારાજ ચૌબત્તખાલથી ચૂંટણી લડશે.
પ્રાપ્ત વિગતો અનુસાર, પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ મદન કૌશિક હરિદ્વારથી ચૂંટણી લડશે. ભાજપે રાજ્યમાં 10 ટકા મહિલાઓને ટિકિટ આપી છે. તે જ સમયે, પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ મદન કૌશિક હરિદ્વારથી ચૂંટણી લડશે. ભાજપે બે દિવસ પહેલા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાનાર કોંગ્રેસ મહિલા મોરચાના પ્રમુખ સરિતા આર્યને નૈતીતાલથી મેદાનમાં ઉતાર્યા છે.
બીજી તરફ મળતી જાણકારી અનુસાર, કેબિનેટ મંત્રી હરક સિંહ રાવતના નિકટવર્તી ગણાતા ઉમેશ શર્માને પણ પાર્ટી દ્વારા વિધાનસભા ટિકિટ આપવામાં આવી છે. પાર્ટીએ રાયપુરથી ઉમેશ શર્માને ટિકિટ આપી છે.