
એનસીપીયૂએલ 5 એપ્રિલના રોજ સંઘ પ્રમુખના પુસ્તક ‘ભવિષ્ય કા ભારત’ નું ઉર્દૂમાં સંસ્કરણ કરશે
- RSSના પ્રમુખનું ભવિષ્ય કા ભારત પુસ્તકનું ઉર્દૂમાં સંસ્કરણ
- રાષ્ટ્રીય ઉર્દૂ ભાષા વિકાસ પરિષદ 5 એપ્રિલના રોજ કરશે સંસ્કરણ
દિલ્હી – રાષ્ટ્રીય ઉર્દૂ ભાષા વિકાસ પરિષદ આવનારી 5 એપ્રિલના રોજ આરએસએસ પ્રમુખ મોહન ભાગવતનું પુસ્તક ‘ભવિષ્ય કા ભારત’ નું ઉર્દૂ સંસ્કરણનું વિમોચન કરશે.
રાષ્ટ્રીય ઉર્દૂ ભાષા વિકાસ પરિષદ એક સ્વાયત સંસ્થા છે જે માનવ સંસાધન વિકાસ મંત્રાલયના માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ વિભાગ અતર્ગત કાર્ય કરે છે.
‘મુસ્તકબિલ કા ભારત’ શીર્ષક નામ વાળા આ પુસ્તકનું ભાષાંતર ખુદ કાઉન્સિલના ડિરેક્ટર ડો.શેખ અકીલે કર્યું છે. તેનું અનાવરણ સંઘના કેન્દ્રીય સંયુક્ત મહાસચિવ કૃષ્ણા ગોપાલ, કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરીયલની ઉપસ્થિતિમાં કરવામાં આવશે. આ પુસ્તક એનસીપીયુએલ કેન્દ્રો અને સંલગ્ન સંસ્થાઓમાં ઉપલબ્ધ રહેશે.
સાહિન-