1. Home
  2. ગુજરાતી
  3. ‘આતંકને પોષતા દેશોને અલગ કરવા જરૂરી’: SCO કોન્ફરન્સમાં PM મોદીનો સંદેશ
‘આતંકને પોષતા દેશોને અલગ કરવા જરૂરી’: SCO કોન્ફરન્સમાં PM મોદીનો સંદેશ

‘આતંકને પોષતા દેશોને અલગ કરવા જરૂરી’: SCO કોન્ફરન્સમાં PM મોદીનો સંદેશ

0
Social Share

નવી દિલ્હીઃ આતંકવાદને કોઈપણ સ્વરૂપે ન્યાયી ઠેરવી શકાય નહીં અને આંતરરાષ્ટ્રીય વિશ્વએ આતંકવાદને પોષતા દેશોને અલગ પાડવું જોઈએ. કઝાકિસ્તાનની અધ્યક્ષતામાં અસ્તાનામાં આયોજિત શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકમાં PM મોદી વતી વિદેશ મંત્રી એસ જયશંકરે આ વાત કહી હતી. વડાપ્રધાને આતંકવાદ સામે લડવાને પ્રાથમિકતા આપવાની પણ માંગ કરી અને કહ્યું કે આ SCOનું લક્ષ્ય હોવું જોઈએ.

વડાપ્રધાન મોદીના કહેવા પ્રમાણે, ‘શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન એક સિદ્ધાંત આધારિત સંગઠન છે, જે તેના સભ્ય દેશોની પરસ્પર સંમતિથી ચાલે છે. આ વખતે નોંધનીય છે કે, તમામ સભ્ય દેશો એકબીજાની સાર્વભૌમત્વ, સ્વતંત્રતા અને પ્રાદેશિક એકતા અને સમાનતાનું સન્માન કરશે. તેમજ એકબીજાના આંતરિક મામલામાં દખલ ન કરવા પર ભાર મુકવામાં આવ્યો છે. વડાપ્રધાને આતંકવાદ સામે લડવાને પ્રાથમિકતા આપવાની પણ માંગ કરી અને કહ્યું કે, આ SCOનું લક્ષ્ય હોવું જોઈએ.

વડાપ્રધાને કહ્યું કે, જો આતંકવાદની સમસ્યા પર ધ્યાન આપવામાં નહીં આવે તો તે વૈશ્વિક અને પ્રાદેશિક શાંતિ માટે મોટો ખતરો બની શકે છે. સરહદ પારના આતંકવાદ, આતંકવાદને ધિરાણ અને નવા લોકોની ભરતી સામે નિર્ણાયક રીતે લડવાની જરૂર છે. આંતરરાષ્ટ્રીય સમુદાયે એવા દેશોનો પર્દાફાશ કરવો જોઈએ જે આતંકવાદને પોષે છે અને આતંકવાદીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાનો છે. યુવાનોમાં કટ્ટરવાદ ફેલાતો અટકાવવા પણ પગલાં લેવા જોઈએ. એવું માનવામાં આવે છે કે પીએમ મોદીએ પાકિસ્તાનનું નામ લીધા વગર તેના પર નિશાન સાધ્યું છે કારણ કે પાકિસ્તાન સતત સરહદ પારથી આતંકવાદીઓને ભારતમાં મોકલી રહ્યું છે.

વડાપ્રધાન મોદીએ તેમના સંદેશમાં જળવાયુ પરિવર્તન અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી અને કાર્બન ઉત્સર્જન ઘટાડવાની દિશામાં કામ કરવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી. કઝાકિસ્તાનના પ્રમુખપદ દરમિયાન ભારત 2017માં SCOનું સભ્ય બન્યું હતું. તેમને યાદ કરતાં પીએમ મોદીએ કહ્યું કે, ભારતે હવે SCO કોન્ફરન્સની પણ અધ્યક્ષતા કરી છે. તેમણે કહ્યું કે અમારી વિદેશ નીતિમાં SCOનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે. PM મોદીએ SCO સંમેલનમાં ભાગ લેવા માટે ઈરાનને અભિનંદન પાઠવ્યા હતા. બેલારુસના પ્રમુખ એલેક્ઝાન્ડર લુકાશેન્કોનું નવા SCO સભ્ય તરીકે સ્વાગત પણ કર્યું હતું. SCO કોન્ફરન્સની 24મી બેઠક અસ્તાનામાં થઈ રહી છે. આ બેઠકમાં ભારત તરફથી વિદેશ મંત્રી એસ જયશંકરે ભાગ લીધો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code