
કૃષિ ઉત્પાદનો માટે પ્રાદેશિક સહકાર નેટવર્ક બનાવવું જરૂરીઃ પીએમ મોદી
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાત દેશોના ‘બિમસ્ટેક’ સમૂહની સમિટમાં હાજરી આપી હતી. BIMSTEC એ પાકિસ્તાન વિના સાત દેશોનું પ્રાદેશિક જૂથ છે. BIMSTEC સમિટને સંબોધતા PM મોદીએ કહ્યું કે BIMSTEC સેન્ટર ફોર વેધરને સક્રિય કેન્દ્ર બનાવવા માટે ભારત 3 મિલિયન ડોલર ખર્ચવા તૈયાર છે. આ માટે સૌનો સહકાર જરૂરી છે.
5માં BIMSTEC સમિટમાં PM મોદીએ કહ્યું, ‘BIMSTECની સ્થાપનાનું આ 25મું વર્ષ છે. તેથી જ હું આજની સમિટને વિશેષ મહત્ત્વપૂર્ણ માનું છું. આ સીમાચિહ્નરૂપ સમિટનું પરિણામ BIMSTECના ઈતિહાસમાં એક સુવર્ણ અધ્યાય લખશે. કૃષિ ઉત્પાદનો માટે પ્રાદેશિક સહકાર નેટવર્ક બનાવવાની પણ શક્યતા છે. ફોજદારી બાબતોમાં પણ અમે સહકારનું નવું માળખું બનાવી રહ્યા છીએ અને આ માટે અમે એક નવો કરાર કરી રહ્યા છીએ.
પીએમ મોદીએ કહ્યું, યુરોપમાં તાજેતરના ઘટનાક્રમે આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાની સ્થિરતા પર સવાલો ઉભા કર્યા છે. આ સંદર્ભમાં, પ્રાદેશિક સહયોગ મુખ્ય પ્રાથમિકતા બની ગયો છે. આજે અમે અમારા જૂથ માટે ઇન્સ્ટિટ્યૂટ આર્કિટેક્ચર વિકસાવવા BIMSTEC ચાર્ટર અપનાવી રહ્યા છીએ. અમે નાલંદા ઇન્ટરનેશનલ યુનિવર્સિટી દ્વારા ઓફર કરવામાં આવતા BIMSTEC શિષ્યવૃત્તિ કાર્યક્રમના વ્યાપને વિસ્તારવા પર કામ કરી રહ્યા છીએ. અમે ફોજદારી બાબતો પર પરસ્પર કાનૂની સહાયતા અંગેની સંધિ પર પણ હસ્તાક્ષર કરી રહ્યા છીએ.