
ઓલિમ્પિક વિજેતા નીરજ ચોપડાનું 11 વર્ષની ઉંમરે હતું 80 કિલો વજન, ટ્રાન્સફોર્મેશન જોઈને અર્જુન કપૂરે ઈન્સટા પર કહ્યું કંઈક આવું
- ઓલમ્પિક વિજેતાના અર્જૂન કપૂરે કર્યા વખાણ
- તેનું ટ્રાન્ફોર્મેશન જોઈને અભિનેતાએ સોશિયલ મીડિયામાં કહી વાત
મુંબઈઃ નીરજ ચોપડા આ નામ હવે કોઈની ઓળખનું મોહતાજ નથી,દેશમાં પરત ફરતા નીરજ ચોપરાનું વેલકમ કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પર તેને અભિનંદન આપનારા લોકોની ભારે ભીડ જોવા મળી હતી. 23 વર્ષની ઉંમરે ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતવા સુધીની તેની સફર દરેક માટે પ્રેરણાદાયી છે. બરછી ફેંકવાની રમતમાં ભાગ લેવાની તેમની કહાનિ પણ ખૂબ જ રસપ્રદ છે. નીરજ 11 વર્ષનો હતો જ્યારે તેનું વજન 80 કિલો હતું. જે બાદ તેના પરિવારના સભ્યોએ વજન ઘટાડવા માટે તેને રમતમાં પ્રવેશ કરાવ્યો ત્યાંથી તેની વજન ઘટાડવાની યાત્રા પણ શરૂ થઈ. આજે 23 વર્ષની ઉંમરે,પરફએક્ટ શેપમાં તે 86 કિલો વજન ધરાવે છે.
બોલિવૂડના ઘણા કલાકારો એવા છે જેમણે ફિટ થવા ઘણી મહેનત કરવી પડી છે.પોતાના વજનને લઈને ટ્કોલ પણ થવું પડ્યું છે,જેમાં એક અભિનેતા અર્જુન કપૂરનો સમાવેશ થાય છે, જે એક સમયે આશરે 140 કિલો વજન ધરાવતા હતા. અર્જુને નીરજને દેશની પ્રેરણા ગણાવ્યા છે. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક આર્ટિકલ શેર કર્યો છે જેમાં નીરજની ફિટ થવાની સફર વિશે વાત કરવામાં આવી છે.
જાણો અર્જૂન કપૂરે નીરજ ચોપજા વિશે લખ્યું
અર્જુને પોતાના એકાઉન્ટ પર પોસ્ટ કરતા લખ્યું છે કે ‘મેદસ્વીતાનો સામનો કરવો શારીરિક અને માનસિક રીતે થકાવનાર હોય છે. આ છોકરો માત્ર તેનાથી ઉપર જ નથી ગયો પરંતુ તેણે દેશ માટે ગોલ્ડ મેડલ પણ જીત્યો. નીરજ તમે મારા અને સમગ્ર રાષ્ટ્ર માટે પ્રેરણાસ્ત્રોત છો.
https://www.instagram.com/arjunkapoor/?utm_source=ig_embed&ig_rid=0513ac4e-629b-4091-aaba-995bf052f390
અર્જુને પોતાની મેદસ્વિતાને કારણે ક્યારેય હીરો બનવાનું વિચારી પણ નોહતા શકતા, અર્જુન કપૂરે તાજેતરમાં એક પોસ્ટ કરી હતી. એક ફોટોમાં તે એકદમ ફેટી દેખાઈ રહ્યા છે જ્યારે બીજી તસવીરમાં તે એકદમ ફિટ જોવા મળે છે. અર્જુન લખે છે કે ‘પહેલા હું ખૂબ મોટો હતો, અને ઘણો પરેશાન પણ હતો… ના, આ તે પોસ્ટ્સમાંથી નથી. હું માત્ર એટલું જ કહેવા માંગુ છું કે મને મારા જીવનના દરેક ચેપ્ટરથી પ્યાર છે. તે દિવસોમાં અને હવે પણ, હું જીવનના દરેક રસ્તાઓ પર એવો જ રહ્યો છું જેવો હું છું, હું દરેક ક્ષણની ઉજવણી કરું છું. બીજા બધાની જેમ, હું પણ આગળ વધવા માટે કામ કરી રહ્યો છું.