
ગૃહમંત્રી શાહની સુરક્ષામાં બેદરકારી સામે આવી – મુબંઈની મુલાકાત વખતે એક વ્યક્તિે પોતાની ખોટી ઓળખ આપીને શાહની આસપાસ જ ફરતો રહ્યો
- ગૃમંત્રી શાહની સુરક્ષામાં બેદરાકરી સામે આવી
- એક વ્યક્યિ પોતાની ઓળખ એમપીના પીએ તરીકે આપીને ફરતો રહ્યો
મુંબઈઃ- તાજેતરમાં દેશના ગૃહપ્પધાન અમિત શાહ મુંબઈની મુાલાકાતે પહોંચ્યા હતા, ત્યારે હવે તેમની મુલાકાતને લગતી એક મહત્વની બબાત સામે આવી રહી થે જે પ્રમાણે ગૃહમંત્રી શાહની સુરક્ષામાં બેદરકારીની બાબત સામે આવી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે જ્યારે અમિત શાહ મુંબઈની મુાલાકેત હતા ત્યારે મુંબઈ એક વ્યક્તિ કલાકો સુધી અમિત શાહની આસપાસ ફરતો હતો. મહત્વની વાત એ છે કે આ વ્યક્તિ એ પોતાને આંધ્ર પ્રદેશના સાંસદનો પીએ ગણાવ્યો હતો અને લાંબા સમય સુધી અમિત શાહની આસપાસ જ ફરતો રહ્યો. જો કે ત્યાર બાદ તેના પર શંકા ગઈ હતી ત્યારે મંત્રાલયના એક અધિકારીએ મુંબઈ પોલીસને જાણ કરી. બાદમાં પોલીસે પૂછપરછ બાદ વ્યક્તિની ધરપકડ કરી હતી. આરોપીનું નામ હેમંત પવાર છે અને તે ધુલેનો રહેવાસી છે.જેને પોતાની ખોટી ઓળખ આપી હતી.
ઉલ્લેખનીય છે કે અમિત શાહે મુંબઈની બે દિવસીય મુલાકાત દરમિયાન સોમવારે શહેરના મુખ્ય ગણેશ પંડાલ લાલબાગચા રાજાની મુલાકાત લીધી હતી અને ત્યાં ભગવાન ગણેશની પૂજા કરી હતી. તેમણે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના ઘરે પર પહોંચ્યા હતા