1. Home
  2. ગુજરાતી
  3. નેપાળઃ નવી સરકાર બનતાની સાથે જ રાજકીય ઉથલપાથલ, પૂર્વ પીએમ ઓલીની ધરપકડ
નેપાળઃ નવી સરકાર બનતાની સાથે જ રાજકીય ઉથલપાથલ, પૂર્વ પીએમ ઓલીની ધરપકડ

નેપાળઃ નવી સરકાર બનતાની સાથે જ રાજકીય ઉથલપાથલ, પૂર્વ પીએમ ઓલીની ધરપકડ

0
Social Share

નવી દિલ્હી, 28 માર્ચ 2026: નેપાળમાં ગત વર્ષે થયેલા હિંસક ‘GenZ’ પ્રદર્શનમાં કથિત સંડોવણીના આરોપસર નેપાળના ભૂતપૂર્વ વડાપ્રધાન કે.પી.શર્મા ઓલીની ધરપકડ કરવામાં આવી છે. દેશના સૌથી યુવા પ્રધાનમંત્રી તરીકે બાલેન્દ્ર શાહના શપથ લીધાના એક દિવસ બાદ જ તેમની ધરપકડ કરવામાં આવી છે.

ભક્તપુર જિલ્લા પોલીસ રેન્જના વડા, પોલીસ અધિક્ષક સૂર્ય બહાદુર ખડકાનું કહેવું છે કે, ભૂતપૂર્વ વડાપ્રધાનની તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી હતી. ભૂતપૂર્વ ગૃહપ્રધાન રમેશ લેખકને પણ ઓલીની સાથે કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. ભ્રષ્ટાચાર વિરોધી વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસક કૃત્યો અટકાવવામાં નિષ્ફળ રહેવા બદલ તપાસ સમિતિએ આ અઠવાડિય બાદ 74 વર્ષીય ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કે.પી.શર્મા ઓલી સામે કાર્યવાહી કરવાની ભલામણ કરી હતી.

કમિશનના રિપોર્ટમાં માત્ર નેતાઓ જ નહીં, પરંતુ નેપાળ પોલીસ, સશસ્ત્ર પોલીસ દળ અને સેનાના કેટલાક ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા પર પણ ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. હાલમાં સુરક્ષા દળો સામે સીધી કાર્યવાહી કરવામાં આવી નથી, પરંતુ તેમની ભૂમિકાની અલગથી તપાસ કરવા માટે સરકારે નવી ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે.

કાઠમંડુના મેયરથી વડાપ્રધાન બનેલા બાલેન શાહે આ કાર્યવાહી કરી સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, તેમની સરકારમાં ભ્રષ્ટાચાર અને માનવ અધિકારોના ઉલ્લંઘન સામે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ અપનાવવામાં આવશે. પૂર્વ વડાપ્રધાનની ધરપકડને નેપાળના લોકતંત્રમાં એક મોટા પરિવર્તન અને કાયદાના શાસનના મજબૂતીકરણ તરીકે જોવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ અમેરિકા-ઈરાન તણાવને પગલે ભારતમાં છૂટક મોંઘવારી દર વધવાની ભીતિ

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code